Rishabh Pant Accident News/નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રિષભ પંત(Rishabh Pant) એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં ઘાયલ થયો છે. વાસ્તવમાં ક્રિકેટર(Cricketer) દિલ્હીથી રૂડકી સ્થિત તેના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેમની કારનો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર બેકાબૂ થઈને પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને પછી બળીને રાખ થઈ ગઈ.
આ અકસ્માતમાં પંતના માથા અને પગમાં ઈજા થઈ હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોતવાલી મેંગ્લોર વિસ્તાર હેઠળના મોહમ્મદપુર જાટ પાસે સવારે લગભગ 5:30 વાગ્યે પંતની કારને અકસ્માત નડ્યો હતો.
રીષભ પંત પોતાની લક્ઝુરીસ બીએમડબલ્યુ કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ત્યારે હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર અકસ્માત થયો હતો. પંતની તેમની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ હતી અને કારમાં આગ લાગી ગઈ હતી. કાર પલટી ગઈ હતી અને ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંતને માથામાં ગંભીર ઈજા થઈ છે અને તેને સારવાર માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે.
Cricketer Rishabh Pant met with an accident on Delhi-Dehradun highway near Roorkee border, car catches fire. Further details awaited. pic.twitter.com/qXWg2zK5oC
— ANI (@ANI) December 30, 2022
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે ગંભીર અકસ્માત નડતા ક્રિકેટ ચાહકોમાં ચિંતાની લાગણી છે. આ અકસ્માતમાં રીષભ પંતને માથા અને પગમાં ઈજા થઈ છે ત્યારે બહાર આવેલી પ્રાથમિક વિગતો પ્રમાણે, રીષભ પંતને કાર ચલાવતાં ચલાવતાં અચાનક ઝોકું આવી જતાં અકસ્માત થયો હતો.
કાર રેલિંગ અને થાંભલાને તોડીને પલટી ગઈ
શુક્રવારે સવારે ભારતીય ક્રિકેટર રિષભ પંત કારમાં દિલ્હીથી રૂડકી તરફ આવી રહ્યો હતો. જણાવી દઈએ કે રિષભ પંતનું ઘર રૂડકીમાં છે. જ્યારે તેની કાર નરસન નગર પહોંચી, ત્યારે કાર નિયંત્રણ બહાર ગઈ અને રેલિંગ અને થાંભલા તોડીને પલટી ગઈ.
અકસ્માત બાદ કારમાં આગ લાગી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રિષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. તે જ સમયે, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતને દિલ્હી રોડ પરની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં તરત જ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં પંતને ઘણી ઈજા થઈ હતી. સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ પંતને કારમાંથી બહાર કાઢ્યો અને પછી 108ને ફોન કરીને જાણ કરી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
આ પણ વાંચો :-
PM મોદીના માતાને દેશના કરોડો લોકોએ શ્રદ્ધાંજલી પાઠવી
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.