KalTak 24 News
ગુજરાત

સુરતમાં પતંગની દોરીએ 23 વર્ષીય યુવતીનો લીધો ભોગ,એક્ટિવા લઈને જઈ રહેલી યુવતીના ગળામાં દોરી આવી જતાં નીચે પટકાઈ,સારવાર મળે એ પહેલાં જ મોત

Creepy Death Of A Woman Carrying An Activa in Surat

Surat Death: આ વર્ષે પણ ઉત્તરાયણ નજીક આવતા દોરીના કારણે મોતના સમાચાર સામે આવ્યા છે. ઉતરાયણ પર્વ નજીક છે, ત્યારે પતંગના દોરાથી ઘાયલ થવાના અને મોત નિપજવાના સિલસિલો યથાવત રહ્યો છે‌.ત્યારે ગતરોજના સાંજના સમય દરમિયાન એક યુવતીનું પતંગનો દોરો ગળામાં ભરાતા એકાએક પતંગની દોરી આવી જતા ગળાના ભાગે ઈજા પહોંચી હતી. જે બાદ મહિલા એક્ટિવા પરથી નીચે પટકાતા આસપાસના લોકો દોડી ગયા હતા અને મહિલાને સારવારમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ત્યારે મહિલાના કમકમાટી ભર્યા મોતને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. ગળું કપાઈ જતા મોત નિપજ્યું છે.

પતંગના કાતિલ દોરીથી તેમનું ગળું કપાઇ જતા લોહીલુહાણ થઇ હતી
મળતી માહિતી પ્રમાણે મોટા વરાછા ખાતે આવેલ અમૃત રેસિડેન્સીમાં રહેતા 22 વર્ષીય દિક્ષીતા ઘનશ્યામભાઇ ઠુમ્મર ગતરોજ સાંજે એક્ટિવા લઈને મેઇન રોડથી નાના વરાછા ઢાળ બ્રીજ ઉપરથી જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક પતંગના કાતિલ દોરીથી તેમનું ગળું કપાઇ જતા તેઓ એક્ટિવા પરથી નીચે પટકાયા હતા.જે બાદ તે યુવતી લોહીલુહાણ અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. ડોકટરે જણાવ્યું હતું કે દોરીના કારણે યુવતીનું 70%થી વધુ ગળું કપાઈ ગયું છે,જેના કારણે વધુ પ્રમાણમાં લોહી વહી જવાથી તે મોતને ભેટી છે.

ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
અકસ્માત જોઈ કેટલાક લોકો સ્થળ ઉપર દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલેન્સને જાણ કરી હતી. એમ્બ્યુલેન્સ સ્થળ ઉપર પહોંચી હતી અને યુવતીની સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા ફરજ પરના તબીબોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. ગમખ્વાર અકસમાત અંગે જાણ થતા પરિવારજનો પણ ત્યાં દોડી આવ્યા હતા. દિશિતા નું મોત થતા પરિવાર માં શોકની  લાગણી જોવા મળી હતી.

આ વર્ષનો પહેલો કેસ

પતંગના દોરાએ વધુ એક નિર્દોષનો જીવ લીધો છે.આ અગાઉ પણ યુવાનનું પણ પતંગના દોરાથી ગળુ કપાતા મોત નિપજ્યું હતું ત્યારે ઉત્તરાયણ પહેલા જ ગળા કપાવાના બે બનાવો સામે આવ્યા છે. દર વર્ષે ઉત્તરાયણ આવતા પહેલા તેમજ ઉત્તરાયણ દરમિયાન સુરત શહેરમાં પતંગના કાતિલ દોરીથી ગળું કપાઈ જવાને કારણે મોત થવાની તેમજ ગંભીર ઈજાઓ પહોંચવાની અનેક ઘટના સામે આવતી હોય છે.

 

Group 69

 

 

Related posts

શહીદ વીર મહિપાલસિંહ વાળાનાં પરિવારજનોને એક કરોડ રૂપિયા કરાયા અર્પણ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ચેક આપવા પહોંચ્યા હતા ઘરે ..

KalTak24 News Team

NCP નેતા રેશ્મા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે કરી સગાઈ,ફેસબુક પર ફોટાઓ શેર કર્યા

Sanskar Sojitra

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો,બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા