પોલિટિક્સ
Trending

BIG BREAKING : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સાંસદ પદ મળ્યું પરત,લોકસભા સચિવાલયે નોટિફિકેશન પાડ્યું બહાર

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ આજે પુનઃસ્થાપિત
  • લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું
  • માર્ચ 2023માં તેમને નીચલા ગૃહમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા

Rahul Gandhi back as Lok Sabha MP: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર 2019ના માનહાનિના કેસમાં તેમની સજાને રોક્યાના ત્રણ દિવસો પછી આ ડેવલપમેન્ટ સામે આવી છે. રાહુલ ગાંધીને સાંસદ તરીકે પુનઃસ્થાપિત કરવા અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે..

આ પહેલા એવી વાત હતી કે, જો લોકસભા સચિવાલય કાયદા મંત્રાલયનો અભિપ્રાય લેવાનું નક્કી કરે છે તો રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા લાંબી પ્રક્રિયામાં ફેરવાઈ શકે છે. જોકે આ તમામ અટકળો પર હવે વિરામ લાગી ગયો છે. કારણ કે લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે.

મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા પછી રાહુલ ગાંધીને 136 દિવસ પછી તેનું સંસદ પદ પરત મળી ગયું છે અને આ માટેની અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે. આ સમાચાર મળતા જ પાર્ટી હેડક્વાર્ટર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધીના નિવાસસ્થાનની બહાર ઉજવણી શરૂ થઈ ગઈ હતી.

વિપક્ષી ગઠબંધન માટે આ મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતની કોર્ટે મોદી માનહાનિ કેસમાં 2 વર્ષની સજા ફટકારી હતી તેના બાદથી તેમનું સાંસદ પદ છીનવી લેવાયું હતું. જોકે આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ તેમને આંચકો આપ્યો હતો અને સજા યથાવત્ રાખી હતી. જોકે છેવટે સુપ્રીમકોર્ટે આ મામલે સવાલો ઊઠાવતાં તેમને રાહત આપી હતી. જેના પછી રાહુલ ગાંધીની સજા પર રોક લગાવાઈ હતી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા અને દોષિત ઠરાવીને રદ કરી દીધી છે. આ સાથે તેમની સંસદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો. રાહુલે 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી ચૂંટણી જીતી હતી.

મોદી સરનેમ માનહાનિ કેસમાં 23 માર્ચે રાહુલને નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકારી હતી. SCએ 134 દિવસ બાદ આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી હતી.

શું હતો સમગ્ર મામલો ? 
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં બીજેપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલે 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?

રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ચાર વર્ષ બાદ 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી હતી.

કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા તેમની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી. વાસ્તવમાં, લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button