પોલિટિક્સ
Trending

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-NCP વચ્ચે ત્રણ બેઠકો માટે ગઠબંધનની જાહેરાત,કઈ ત્રણ સીટ સાથે મળીને લડશે ચૂંટણી

  • ગુજરાતની રાજનીતિને લઇને સૌથી મોટા સમાચાર
  • કોંગ્રેસ અને NCPના વચ્ચે થયું ગઠબંધન
  • જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચેની બેઠક સફળ 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં રોજે રોજ નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ(Congress) અને NCP વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર દ્વારા આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.આજે ગુજરાત(Gujarat)માં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની કવાયત વચ્ચે બન્ને પક્ષોના નેતાઓએ એક બેઠક કરી છે. જેમાં દેવગઢ બારીયા, ઉમરેઠ,અને નરોડા બેઠક પર ચર્ચા કરી હતી. બીજી બાજુ રેશમા પટેલને પાર્ટીએ મેન્ડેટ આપ્યો નહોતો. કુતિયાણા બેઠક પર NCP ચૂંટણી નહીં લડે.

કોંગ્રેસ દ્વારા ત્રણ બેઠકો પર ગઠબંધન કરવામાં આવ્યું
કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે અમારી સાથે મજબૂતીથી રહ્યા છે તેવા સાથી પક્ષો સાથે ગઠબંધનને મજબૂતાઈથી નિર્ણય લેવાયો છે.બન્ને પાર્ટીઓ ત્રણ બેઠક પર ગઠબંધન કર્યું છે. જેમાં ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયાનો સમાવેશ થાય છે.તેમણે જણાવ્યું હતું કે, ફાંસીવાદી પરબળોની સામે સમાન વિચારધારા વાળા લોકો એકત્ર થઇ રહ્યા છે. NCP સાથે રહીને આ ત્રણેય બેઠકો પર ચૂંટણી લડીશું. અને 125 સીટો સાથે કોંગ્રેસ સરકાર બનાવશે. આ ત્રણ સિવાય બીજી કોઈ બેઠક પરથી ઉમેદવાર લડશે તો NCP તેને સમર્થન આપશે નહીં.

ત્રણ સીટો પર ગઠબંધન થયું છેઃ જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયા આ ત્રણ સીટો પર અમારું ગઠબંધન છે. કોંગ્રેસ આ ત્રણેય બેઠકો પર NCPની સાથે મળીને ચૂંટણી લડશે.

હજુ કુતિયાણા બેઠકને લઈને ચર્ચા
NCP નેતા જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, જગદીશ ભાઇ ધોની સ્ટાઇલમાં બેટીંગ કરી રહ્યા છે, અને અમારો તેમને ટેકો છે. યુપીએના બધા ઘટક દળો ખસી ગયા છે. એનસીપીના શરદ પવાર, સોનિયા ગાંધી સાથે ખભેખભો મિલાવી લડી રહ્યા છે. અમે ત્રણ બેઠકો માટે લડી રહ્યા છીએ. તમામાં બેઠક એનસીપીના મેન્ડેટ પર લડાવવામાં આવશે. કાંધલ જાડેજાની વાત ચાલે છે. કોંગ્રેસ કહેશે તો આગળ વિચારીશું.

તેમણે ઉમેર્યું હતું કે, અમારો કોઇ ઉમેદવાર અપક્ષ ઉભા રહે તો અમારો ટેકો નહી હોય. કુતિયાણા બેઠક પર કોંગ્રેસ ગ્રિન સિગ્નલ આપશે તો અમે મેન્ડેન્ટ આપીશું. જો કોઇ અપક્ષ ઉમેદવારી કરશે તો તેને છ વર્ષ માટે પાર્ટી માટે સસ્પેન્ડ કરાશે. નિકુલ તોમર કોંગ્રેસના કે એનસીપીના સીમ્બોલ પર લડશે તે ચુંટણી પંચના નિયમો જોઇ નક્કી કરાશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button