December 6, 2024
KalTak 24 News
Gujarat

BREAKING NEWS/ ગુજરાતમાં ભારે વરસાદ બાદ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં,સ્ટેટ ઈમરજન્સી સેન્ટરમાં સ્થિતિનો મેળવ્યો તાગ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અને સંબંધિત જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મોડી રાત્રે મુલાકાત લીધી હતી.

• ખાસ કરીને જામનગર, જુનાગઢ, કચ્છમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવનને જે અસર પડી છે તેની વિગતવાર માહિતી તેમણે મેળવી હતી.

• મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાહત કમિશનર શ્રી આલોક પાંડે તેમજ વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

• મુખ્યમંત્રીશ્રીએ નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના અન્ય બચાવ રાહત કામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી હતી.

Rain In Gujarat/ગાંધીનગર: બે દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદે સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે. સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને લઈને મુખ્યમંત્રી સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ડીઝાસ્ટર સેન્ટર ખાતે પહોચ્યા હતા. જ્યાં તેઓએ જૂનાગઢ અને જામનગરનાં જીલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર પંથકમાં  ભારે વરસાદ પડ્યો છે. ત્યારે આગામી કલાકોમાં પણ સૌરાષ્ટ્ર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.  પરિસ્થિતિની પહોંચી વળવા માટે NDRF ની ચાર ટીમો રવાનાં કરવામાં આવી છે. 

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતી કાલે રાજ્યમાં વરસાદ નું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આમ છતાં જિલ્લા તંત્ર વાહકોને સતર્ક રહેવા સૂચનો કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે મોબાઈલ ફોન દ્વારા વાત કરીને સમગ્ર જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદ તેમજ વિસાવદર તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી, લોકોના સ્થળાંતર ની જરૂરિયાત વગેરે ની પણ માહિતી લીધી હતી.

મુખ્ય મંત્રીએ જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું

શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાlના અંજારમાં પડેલા વરસાદ અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કલેકટર સાથે વાત ચીત કરી હતી. અંજારમાં તળાવ છલકાવા તેમજ અંજાર નજીક નો ડેમ ઓવરફલો થવાની સ્થિતિ માં માર્ગો પર પાણી ભરાવા ને કારણે વાહન વ્યવહાર કે જનજીવન ને અસર ના પડે તે માટે પણ મુખ્ય મંત્રીશ્રીએ જરૂરિયાત મુજબ યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું હતું.

આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જામનગર જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં NDRF ની ટીમો એમ કુલ ૪ ટીમો જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે.એસ ડી આર એફ ની બે ટીમ જૂનાગઢ અને જામનગરમાં મોકલી દેવાઈ છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામકે ગુજરાતમાં દર વર્ષે ચોમાસામાં આ સમયે પડતા વરસાદ કરતા ઘણો વધુ વરસાદ પડ્યો છે તેની વિગતો બેઠકમાં આપી હતી.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

Khodal Dham News: ખોડલધામના 7માં વર્ષના પ્રવેશોત્સવમાં મોટી સંખ્યામાં પાટીદારો ઊમટયાં,નરેશ પટેલે કહ્યું- 2027માં ખોડલધામ દશાબ્દી મહોત્સવ યોજાશે

KalTak24 News Team

સુરત/ 7માં માળે ફ્લેટમાં બે વર્ષનું એકલું બાળક ફસાયું,ફાયર ટીમે દરવાજો તોડી કર્યું રેસ્ક્યૂ

KalTak24 News Team

દિવાળી વેકેશનમાં અનોખું હોમવર્ક,સુરતની શાળાના વિદ્યાર્થીઓને દિવાળી ગૃહકાર્યમાં આપ્યું ગીતાજીના શ્લોકોનું પઠન;વિદ્યાર્થીઓમાં ધર્મ-સંસ્કારોના સિંચનનો પ્રયાસ

Sanskar Sojitra
advertisement