CM Bhupendra Patel Flag Off Train : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને બુધવારે રાત્રે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા, પ્રભુશ્રી રામચંદ્રજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છા આપી
અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રીરામ લલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશ્યલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ રવાના કરાવી હતી. આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો. સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા, પ્રભુ રામચંદ્રજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રમલલ્લા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છા આપી
અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના 1400 જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા રામ લલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશ્યલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ રવાના કરાવી હતી. આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો.
શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામલલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો. આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યો, પ્રભારી સંજય પટેલ સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
10 જાન્યુઆરીથી અયોધ્યાની પહેલી ફ્લાઈટ શરૂ થઈ
આ પહેલા 10 જાન્યુઆરીથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરી છે. જે 2 કલાક 10 મિનિટ જેટલો સમય લઈને અમદાવાદથી અયોધ્યા પહોંચી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના પરિધાનમાં ‘જય જય શ્રીરામ’ નાદ સાથે એરપોર્ટ ગુંજવી મુસાફરોનું અભિવાદન ઝીલ્યું હતું. પહેલી ફલાઇટમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિત 148 મુસાફરો અયોધ્યા પહોંચ્યા હતા.
સાધુ-સંતો પણ પહેલી ફ્લાઇટમાં અયોધ્યા પહોંચ્યા હતા
પહેલી ફ્લાઈટે ઉડાન ભરી ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર ભક્તિનો માહોલ જામ્યો હતો. એરપોર્ટની અંદર ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવ્યા હતા. 148 પેસેન્જર સાથે અમદાવાદથી પ્રથમ ફ્લાઇટ અયોધ્યા પહોંચી હતી. આ ફ્લાઇટમાં સાધુ-સંતો ઉપરાંત રામ ભક્તોએ અયોધ્યા સુધીની મુસાફરી કરી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube