- નવસારીની એ.બી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના મોતનો મામલો
- વિદ્યાર્થિની તનિષા ગાંધીનું હાર્ટ એટેક થયું મોત
- શાળામાં રિસેસ દરમિયાન વિદ્યાર્થિનીને આવ્યો હાર્ટ એટેક
- 17 વર્ષીય વિદ્યાર્થિનીનું હૃદય અચાનક બંધ પડી ગયું
લોકલ ડેસ્ક/Student dies of heart attack in Navsari: હાલ રાજ્યમાં હાર્ટ એટેકના કેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેમાં નાની ઉંમરના લોકોથી લઈને મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું ચલણ જોવા મળી રહ્યું છે. ત્યારે નવસારીમાં હવે ધો.12ની વિદ્યાર્થિનીનું સ્કૂલમાં હાર્ટ એટેક(Student dies of heart attack in Navsari) આવતા હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ગયું. 17 વર્ષની વિદ્યાર્થિનીનું આ રીતે મોત થઈ જતા પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે.
સ્કૂલમાં રીશેષ બ્રેક બાદ સીડી ચડતા તબિયત લથડી
વિગતો મુજબ, નવસારી શહેર નજીક આવેલા પરતાપોર ગામમાં એ.બી સ્કૂલમાં ધો.12 સાયન્સની અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થિની તનિષા ગાંધી દરરોજની જેમ આજે સ્કૂલે પહોંચી હતી. અભ્યાસ બાદ સવારે 10 વાગ્યે રીસેશ પડી હતી. 15 મિનિટની બ્રેક બાદ તનિષા પોતાની બહેનપણી સાથે સીડી ચડી રહી હતી. દરમિયાન અચાનક તેની તબિયત લથડી અને તે ઢળી પડી.
વિદ્યાર્થિની તનિષા ને સારવાર મળે તે પહેલા જ થયું મોત
સારવાર કારગત ન નિવડતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે તપાસી જાહેર કર્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ વિદ્યાર્થીનું ખેંચ આવવાને કારણે મોત થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. કારણ કે અન્ય એક વિદ્યાર્થીને પણ ખેંચ આવી હતી. જોકે તેને સારવાર બાદ તેની તબિયત સ્થિર થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે દ્વારા તનીષા ગાંધીના મૃતદેહનો કબજો સાંભળી પીએમ માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જ્યા પીએમ રિપોર્ટમાં તનીષા ગાંધીનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. આથી શાળા પરિવારે મોત મામલે દિલસોજી વ્યક્ત કરી હતી. બીજી બાજુ વિદ્યાર્થીનીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વિદ્યાર્થીની તનિષા ગાંધી ધોરણ 12 સાયન્સ બાદ ડોક્ટર બનવા માગતી હતી, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હોઈ, આજે શાળામાં તેનું મોત થયું છે. તનિષાની માતાનું બે વર્ષ અગાઉ કોરોનામાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યાર બાદ પરિવારમાં માત્ર પિતા-પુત્રી હતાં. તનિષાના પિતા શહેરની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. ઘટનાની જાણ થતાં પિતા પર વજ્રઘાત થયો છે.
શું કહી રહ્યા છે કાર્ડિયોલોજિસ્ટ?
નવસારી જિલ્લાના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ આસિફ રહીમના જણાવ્યા મુજબ, આજકાલ નાનાં બાળકોમાં પણ હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે. કોરોના બાદ બદલાયેલી લાઈફસ્ટાઈલ હૃદયરોગના હુમલાનું કારણ બની છે, જેથી બાળકો અને તેમના વાલીઓએ પણ આ મામલે તકેદારી રાખવી જરૂરી છે.
માત્ર 17 વર્ષીય વિદ્યાર્થિનીનું હૃદય અચાનક બંધ પડી જવાના કારણે શાળા પ્રશાસન પણ ચોંકી ગયું હતું. જે બાદ વિદ્યાર્થીનીના મોતનું કારણ જાણવા માટે પોલીસે પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે છેલ્લા થોડા સમયમાં રાજ્યમાં હાર્ટ એટેકના કેસની સંખ્યામાં વધારો થયો છે. જેમાં સ્વસ્થ્ય અને તંદુરસ્ત લોકોમાં હૃદય રોગના હુમલાનું ચલણ વધી રહ્યું છે. જેના અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા પણ તપાસ કરવા માટેની માહિતી અગાઉ આપવામાં આવી છે.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ