- ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર
- 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે પરીક્ષા
- નવી શિક્ષણ નિતિ મુજબ બોર્ડની પરીક્ષા લેવાશે
Gujarat Board Exam: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે.
BIG BREAKING | ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, તારીખ 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે બોર્ડની પરીક્ષા, 2જી એપ્રિલે લેવાશે ગુજકેટની પરીક્ષા, નવી શિક્ષણ નિતિ મુજબ બોર્ડની પરીક્ષા લેવાશે #BoardExam #BreakingNews #Gujarat #GujaratiNews pic.twitter.com/FXHskjT37U
— Kaltak24 News (@KalTak24News) October 13, 2023
ધોરણ 10 અને 12ની પરીક્ષા 11 માર્ચથી થશે શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડાન સચિવ એન.જી વ્યાસ દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે. ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- 2024ની પરીક્ષા તારીખ 11/03/2024થી તારીખ 26/03/2023 દરમિયાન લેવામાં આવશે.
જુઓ સમગ્ર કાર્યક્રમ..
આ ઉપરાંત ધોરણ 12 પછીની લેવાતી ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ માટે ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલ 2024એ લેવાશે. જેમાં ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવાશે.
આ ઉપરાંત બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનો પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 11 તારીખથી પરીક્ષા શરૂ થશે. જેમાં 16 માર્ચથી વ્યવસાયલક્ષી જૂથની પરીક્ષા શરૂ થશે. જે પરીક્ષાઓ 26 માર્ચ સુધી ચાલશે.
નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે પરીક્ષા
હવે રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે, વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube