રાષ્ટ્રીય
Trending

Chandrayaan 3: ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું, ઈસરોએ ટ્વિટ કરીને આપી માહિતી

  • ઈસરોએ મેળવી મોટી સિદ્ધિ
  • ચંદ્રયાન-3ને ગોઠવી દીધું ચંદ્રની ભ્રમણકક્ષામાં 
  • હવે પછી ચંદ્રના પાંચ ચક્કર લગાવશે

Chandrayaan 3: ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશી ગયું છે. ઈસરો માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ મામલે ખુદ ઈસરોએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3એ ચંદ્રની બહારની કક્ષા પકડી લીધી છે. હવે ચંદ્રયાન-3 ચંદ્રની ચારેબાજુએ 166KM x 18054 કિલોમીટરની ઈંડાકાર કક્ષામાં ચક્કર લગાવશે. ઈસરોએ ચંદ્રયાન-3ન ચંદ્રના ઓર્બિટ પકડવા માટે આશરે 20થી 25 મિનીટ સુધી થ્રસ્ટર્સ ઓન રાખ્યું હતું. તેની સાથે ચંદ્રયાન ચંદ્રમાની ગ્રેવિટીમાં ફસાઈ ગયું હતું. હવે તે તેની ચારેકોર ચક્કર લગાવતો રહેશે.

સફળતાપૂર્વક કક્ષામાં ગોઠવાયા બાદ ચંદ્રયાન-3 હવે ચંદ્રની ફરતે પાંચ ચક્કર લગાવશે. ચંદ્રયાન-3 6 ઓગસ્ટે પહેલું ચક્કર પુરુ કરી દેશે. આવી રીતે 3-4 દિવસની ગેપ બાદ તે પાંચ ચક્કર પૂર્ણ કર્યાં બાદ 23 ઓગસ્ટે ચંદ્રની ધરતી પર ઉતરશે.

ઈસરોએ કહ્યું છે કે અત્યાર સુધી બધું જ બરાબર ચાલી રહ્યું છે, જેની ધારણા હતી તે મુજબ ચંદ્રયાન આગળ વધી રહ્યું છે. આ જ કડીમાં હવે મિશનનો સૌથી મહત્વનો તબક્કો આવ્યો છે જ્યારે ચંદ્રયાન ચંદ્રની કક્ષામાં પોતાની અંદર પ્રવેશ કરશે. ચંદ્રને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવાની પ્રોસેસને લુનર ઓર્બિટ ઈન્જેક્શન (એલઓઆઈ) કહેવામાં આવે છે. આ પહેલા ચંદ્રયાન 3 પાંચ વખત પૃથ્વીની કક્ષામાં પાંચ વાર ચક્કર લગાવી ચૂક્યું છે. પરંતુ હવે તે પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને તે ચંદ્રની કક્ષામાં પ્રવેશી ગયું છે.

લેંડર અને રોવર ચંદ્રના સાઉથ પોલ પર ઉતરશે અને 14 દિવસ સુધી કેટલાય પ્રયોગો કરશે. જ્યારે પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની સપાટીમાં રહીને ધરતી પરથી આવતા રેડિએશન્સને શોધશે. હવે ચંદ્રયાન 5 ઓગસ્ટે ચાંદની ઓર્બિટમાં પહોંશે. ઈસરોએ જણાવ્યું હતું કે, ચંદ્રયાનની 23 ઓગસ્ટ 2023ના રોજ ચાંદની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ થશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button