Viral Video
Trending

સોનાલી ફોગાટના મૃત્યુ પહેલાના CCTV ફૂટેજ આવ્યા સામે, લંગડાતી દેખાઈ

ટિક ટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તે ફૂટેજમાં સોનાલી ફોગાટની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. તે પોતાની જાતે ચાલી પણ શકતી નથી અને સુધીર, તેનો સ્ટાફ સાથી તેને પકડીને લઈ જઈ રહ્યો છે. જે ફૂટેજ સામે આવ્યા છે તેમાં સોનાલીના પગ લથડી રહ્યા છે, તે પોતાની જાતે ચાલી શકે તેવી સ્થિતિમાં નથી. સુધીર, તેના સ્ટાફનો એક સાથી તેને સ્થળ પરથી લઈ જઈ રહ્યો છે. અન્ય સાથીદાર સુખબિંદર પણ ત્યાં હાજર છે. હવે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જ્યારે ગોવા પોલીસે શુક્રવારે આ મામલે મોટો ખુલાસો કર્યો છે. એવું કહેવાય છે કે સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.

ભાજપ નેતા સોનાલી ફોગાટનું મોત સામાન્ય નથી. ગોવાની હોટલમાંથી સામે આવેલા સીસીટીવી ફુટેજ જોઈને લાગે છે કે તેની હાલત ખુબ ખરાબ હતી. ફુટેજ સવારે 4 કલાક 27 મિનિટના છે. ગોવા પોલીસે હોટલના 200-300 ફુટેજની તપાસ કર્યા બાદ આ ચંક મળ્યો છે. આ ફુટેજમાં સોનાલી ટોપ અને હાફ પેન્ટમાં જોવા મળી રહી છે. હોટલની ગલીમાંથી તેને રૂમમાં લઈ જવામાં આવી રહી છે. ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે તે યોગ્ય રીતે ચાલી શકતી નથી. તે પગ ફેલાવીને ચાલી રહી છે. એક વ્યક્તિએ તેને ખભાથી સહારો આપ્યો છે. આ ફુટેજ સોનાલી સાથે થયેલી ઘટનાની કહાની જણાવી રહ્યાં છે. 

 

 

જાણવા મળી રહ્યું છે કે સોનાલીના મોત પહેલા ગોવાની હોટલથી તેને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તો આજે ગોવા પોલીસે પણ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, સોનાલીને કંઈક ડ્રગ્સ પીવડાવવામાં આવ્યું હતું. તેના ફુટેજ પણ પોલીસને મળ્યા છે. 

શું બોલી ગોવા પોલીસ?
પોલીસ અધિકારીએ કહ્યુ કે જે રીતે પરિવારજનો આરોપ લગાવી રહ્યાં હતા તેના પૂરાવા મળ્યા નથી. મુંબઈથી પણ કેટલાક લોકો સોનાલીને મળવા આવવાના હતા. કોઈ ઈજા નહોતી જેના કારણે ડોક્ટરોએ તેના મોતનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. સીસીટીવીમાં જોવા મળ્યું કે ઘણા લોકો પાર્ટીમાં આવ્યા હતા. ક્યું ડ્રગ્સ આપવામાં આવ્યું તેના વિશે હજુ માહિતી મળી નથી. બોટલ ક્યાં ફેંકવામાં આવી તે સંદર્ભની તપાસ ચાલી રહી છે. 

ક્લબથી હોટલ એક ટેક્સીવાળો લઈને ગયો
તેમણે કહ્યું કે સોનાલીને ક્લબથી હોટલ એક ટેક્સીવાળો ગઈ ગયો હતો. ગોવા પોલીસે તે ટેક્સી ડ્રાઇવરને પૂછપરછ માટે બોલાવ્યો છે. જેથી તે જાણી શકાય કે તે સમયે સોનાલીની શું સ્થિતિ હતી. ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યુ કે સુખવિંદર અને સુધીરની સામે જ્યારે તે રાખવામાં આવ્યું તો તેણે સ્વીકાર્યું કે તેણે ઇરાદાપૂર્વક પીડિતાને અપ્રિય રસાયણ મિક્સ કરીને આપ્યું. તે પીધા બાદ પીડિતા બેભાન થઈ ગઈ હતી. 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button