KalTak 24 News
વિશ્વ

US President Joe Biden: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની સુરક્ષામાં ચૂક, જાણો પછી શું થયું?

Joe Biden

Joe Biden Security Lapse:અમેરિકાના ડેલાવેરના વિલમિંગટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના કાફલા સાથે એક કાર ટકરાઇ હતી.  જ્યારે બાઇડન અને તેમના પત્ની જિલ બાઇડન એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જો કે, એપીના અહેવાલ મુજબ, બંનેને કોઈ ઇજા પહોંચી નથી.

ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર,ફોર્ડ કાર રાષ્ટ્રપતિ બાઇડનના કાફલા સાથે ટકરાઇ હતી. બાદમાં બાઇડનની સુરક્ષામાં રહેલા સિક્રેટ સર્વિસ અધિકારીઓએ હથિયારો સાથે તે કારને ઘેરી લીધી હતી અને ડ્રાઈવરને હાથ ઉંચા કરવાની સૂચના આપી હતી. દરમિયાન, બાઇડનને અન્ય કારમાં લઇ જવામાં આવ્યા હતા. એપી અનુસાર, સિક્રેટ સર્વિસે આ ઘટના પર તાત્કાલિક કોઈ નિવેદન આપ્યું નથી.

રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા બંને સુરક્ષિત છે

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર રાત્રે 8:07 વાગ્યે બાઈડેન-હેરિસ 2024 હેડક્વાર્ટરથી નીકળી ગયા હતા. તેઓ તેમની ચૂંટણી પ્રચાર ટીમ સાથે હતા. બાઈડેને પત્રકારના પ્રશ્નનો જવાબ આપ્યાના થોડા સમય પછી ડેલવેર લાયસન્સ પ્લેટોવાળા વાહને ઝુંબેશ કાર્યાલયના પ્રવેશદ્વારની સામે મોટરકૅડની રક્ષા કરતી એસયુવીને ટક્કર મારી હતી.

મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ બાયડન રવિવારે રાત્રે વિલ્મિંગ્ટન સ્થિત બેડન-હેરિસ 2024 હેડક્વાર્ટરથી રવાના થયા હતા. તેઓ તેમની ચૂંટણી પ્રચાર ટીમ સાથે હતા. તેમની કાર થોડે દૂર ગઈ હતી જ્યારે એક ઝડપી કારે તેમના કાફલાની SUVને ટક્કર મારી હતી.

એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ બાયડનથી લગભગ 40 મીટર (130 ફીટ) દૂર પાર્ક કરેલી એસયુવી સાથે સેડાનની ટક્કર થઈ ત્યારે જોરદાર ધમાકો થયો અને સુરક્ષા કર્મચારીઓએ રાષ્ટ્રપતિ બાયડનને ઝડપથી કારમાં બેસાડ્યા અને ડાઉનટાઉન વિલ્મિંગ્ટનથઈ દૂર લઈ ગયા હતા. 

 

Group 69

 

 

Related posts

સોમાલિયાના દરિયાકાંઠે જહાજને હાઇજેક કરાયું,15 ભારતીયો ક્રૂને બચાવવા ઈન્ડિયન નેવીનું INS ચેન્નાઈ રવાના

KalTak24 News Team

‘ભારતીય વિદ્યાર્થીનીનાં મોત પર હસનારા પોલીસકર્મીને નહીં છોડે ભારત’ અમેરિકા સામે ભારતે ઊઠાવ્યો મુદ્દો

KalTak24 News Team

ચિંતા માં વધારો: મંકી પોક્સના કેસમાં રેકોર્ડબ્રેક વધારો,WHOએ બોલાવી ઈમરજન્સી બેઠક

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા