પંજાબ(Punjab) : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના વડા કેપ્ટન અમરિંદર સિંહે(Captain Amarinder Singh) ભાજપ(BJP) માં જોડાવાનું મન બનાવી લીધું છે. હકીકતમાં, કેપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh) તેમની નવી પાર્ટી લોક કોંગ્રેસને બીજેપીમાં વિલય કરવા જઈ રહ્યા છે. તેની સત્તાવાર જાહેરાત આ મહિનાની 19 તારીખે થઈ શકે છે. કેપ્ટન અમરિન્દર સિંહ નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(J. P. Nadda)ની હાજરીમાં બીજેપી(BJP) નું પ્રાથમિક સભ્યપદ લેશે.
વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયો હતો
પંજાબ(Punjab) વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કેપ્ટન ખૂબ જ ચિંતિત હતા. એટલા માટે તેમણે હવે ભાજપ(BJP) સાથે જવાનું મન બનાવી લીધું છે. તેમની સાથે પંજાબના અડધા ડઝનથી વધુ પૂર્વ ધારાસભ્યો પણ તે જ દિવસે ભાજપમાં જોડાશે.
પુત્ર અને પુત્રી પણ સામેલ થશે
કેપ્ટન અમરિન્દર સિંહ(Captain Amarinder Singh)ના પુત્ર રાનીન્દર સિંહ, પુત્રી જય ઈન્દર કૌર અને પૌત્ર નિર્વાન સિંહ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ભાજપ સાથે કેપ્ટન અમરિન્દર સિંહ(Captain Amarinder Singh)ના સંબંધો ખૂબ જ ગાઢ છે અને વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ જ આ અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી.
પોતાની સીટ પણ બચાવી શક્યા ન હતા
કોંગ્રેસ છોડીને આવેલા કેપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh) છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા. તેમની પાર્ટીના ઘણા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં કેપ્ટન કંઈ ખાસ ઉકાળી શક્યા નહી. તેઓ તેમની પટિયાલા બેઠક પણ આમ આદમી પાર્ટીના અજીત પાલ સિંહ કોહલી સામે હારી ગયા હતા. અજીત પાલ સિંહ કોહલીએ મોટા અંતરથી હરાવ્યા હતા. કેપ્ટનને 28007 વોટ મળ્યા. જ્યારે કોહલીને 47,704 વોટ મળ્યા હતા.
કેપ્ટન અમરિન્દર સિંહ ની પત્ની રહેશે કોંગ્રેસમાં
કૅપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh)ને ગયા વર્ષે કૉંગ્રેસ દ્વારા મુખ્ય પ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા જ્યારે પંજાબ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે તેમના મતભેદ પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા. જણાવી દઈએ કે તેમની પત્ની હજુ પણ કોંગ્રેસ સાંસદ છે અને તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ