ગુજરાત
Trending

સુરતમાં 5 વર્ષની બાળકીની ઘાતકી હત્યા, મેદાનમાંથી મૃતદેહ મળ્યો, દુષ્કર્મની આશંકા

સુરત : સુરતમાં હત્યા,લૂંટ, રેપ જેવી ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. એવામાં ફરિવાર સુરતથી માનવીય સભ્યતાને શર્મસાર કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે.સુરત પુણાગામ ભૈયાનગર નજીક 5 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો છે. બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

  • સુરતના પુણાગામ પાસે બાળકીનો મૃતદેહ મળ્યો
  • 5 વર્ષની બાળકીનો વહેલી સવારે મૃતદેહ મળ્યો
  • બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરાઈ હોવાની આશંકા

દુષ્કર્મ કરી હત્યા કરાઈ હોવાની આશંકા
સુરતના પુણાગામ પાસે આવેલા પુલ નીચે રહેતા શ્રમીક પરીવારની બાળકી હતી જે ગઈ રાત્રે બાળકી અચાનક ગુમ થઈ હતી. જે બાદ પરિવારે પોલીસને જાણ કરી હતી. તાત્કાલિકના ધોરણે પોલીસે બાળકીની શોધખોળ કરી હતી. આજે વહેલી સવારે બાળકીનો મૃતદેહ મેદાનમાંથી મળ્યો છે. બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરાઈ હોવાની આશંકા છે. જેને લઈ પોલીસ હાલ તપાસ કરી રહી છે.

પોલીસે ગણતરીના કલાકમાં બાળકીની હત્યા કરનાર આરોપી લલનસિંહને પકડી પાડ્યો છે. પુણાગામ પોલીસે જણાવ્યુ કે, દીકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેમની દીકરીને કોઈ શખ્સ લઈને ભાગી ગયો હતો. આખી ટીમ એક્ટિવ કરીને શોધઓળ ચાલુ કરી હતી. બાળકી વધુ પડતી રડતી હતી અને બૂમાબૂમ કરતી હતી, તેખી લલને તેનુ ગળુ દબાવીને હત્યા કરી હતી. તેને માર્યા બાદ તેને કચરામાં નાંખી દીધી હતી. આરોપી લલનસિંહ મધ્યપ્રદેશન રહેવાસી છે, પૂણા ગામમાં મજૂરીકામ કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે.

278107519 1095780154299374 2495585109451258648 n

સમગ્ર મામલામાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની પણ આશંકા છે. ત્યારે પુણાગામ પોલીસે આરોપી લલનસિંહની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં રોજગારીની શોધમાં અન્ય રાજ્યોના અનેક મજૂર પરિવારો રોજગારીની શોધમાં આવે છે. જેમને ઓટલો ન મળતા તેઓ ખુલ્લામાં સૂઈને દિવસો વિતાવે છે. આવામાં આવા પરિવારની દીકરીઓની સલામતી પર પ્રશ્નો ઉભા થાય છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button