સુરત(Surat) : શનિવારે રાત્રે સુરતના સચિન જીઆઇડીસી(Sachin GIDC) વિસ્તારમાં આવેલી અનુપમ રસાયણ નામની કંપનીમાં આવેલા બોઇલરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. બ્લાસ્ટ(Blast) થવાના સમયે કંપનીમાં કામ કરતા 15 થી 20 જેટલા કારીગરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી ચાર ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ(Civil Hospital) ખાતે લાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં 1નું મોત થયું હતું.
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ અનુપમ રસાયણ નામની કંપનીમાં શનિવારે રાત્રે બોઇલરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ(Blast) થવાને પગલે કંપનીમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અનુપમ રસાયણ કેમિકલ બનાવતી કંપની હોવાના કારણે કંપનીમાં કેમિકલનો મોટા પ્રમાણમાં જથ્થો હતો જેને કારણે બ્લાસ્ટ થતા ન સાથે જ આગ લાગી હતી અને કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગના કારણે કંપનીમાં રાખેલા કેમિકલના ડ્રમ પણ એક બાદ એક ફાટવા લાગ્યા હતા. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ધડાકાના અવાજો સંભળાયા હતા. રાત્રી દરમિયાન લાગેલી આ આગના વિકરાળ દ્રશ્યો અંદાજે ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી જોઈ શકાતા હતા. તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સુરત ફાયર વિભાગના ભેસ્તાન સચિન મજુરા ફાયર સ્ટેશનની ગાડીઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ફાયરની 15 થી 20 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
આગ(Fire) કેટલી વિકરાળ હતી કે લાશ્કરોને આગ ઓલવવા માટે ભારે જેમ જ ઉઠાવવી પડી હતી. ફાયર વિભાગ દ્વારા સૌપ્રથમ કંપનીમાં રહેલા કેમિકલના જથ્થાને બહાર કાઢવામાં આવ્યો હતો. અંદાજે બે થી અઢી કલાકની જહમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા બાદ ફાયર વિભાગ દ્વારા કોલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જ્યાં આગ લાગી હતી ત્યાં કંપનીમાં અંદર સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું હતું જ્યાં કંપનીના એક કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કહી શકાય કે બ્લાસ્ટ અને આગ લાગવાની આ ઘટનામાં કંપનીના એક કર્મચારીનું મૃત્યુ થયું હતું.
અનુપમ રસાયણ કંપનીમાં અચાનક બનેલી આ ઘટનામાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ આ બાબતે ફાયર વિભાગ તપાસ કરી રહ્યું છે. સુરત ફાયર વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે કહી શકાય કે આ ઘટનામાં મોટી જાનહાની ટળી છે.
સિવિલ હોસ્પિટલના આરએમડો ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે બ્લાસ્ટમાં ઘવાયેલા લોકો પૈકી પાંચ લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પાંચ પૈકી બે વ્યક્તિઓની હાલત ડોક્ટરોના જણાવ્યા મુજબ ગંભીર જણાઈ રહી છે. જ્યારે એક વ્યક્તિના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ જે બે ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે તેઓને 24 કલાક સુધી મોનિટરિંગમાં રાખવામાં આવશે ત્યારબાદ જ તેમની પરિસ્થિતિનો ખ્યાલ આવશે. મોડી રાત્રે સિવિલના ટ્રોમા સેન્ટરમાં 10થી વધુ ડોક્ટરોની ટીમ ખડે પગે તૈયાર રાખવામાં આવી હતી.
કાબૂ મેળવી લીધા બાદ મિલમાં તપાસ
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધા બાદ કૂલિંગની કામગીરી હાથ ધરી હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડ દ્વારા કંપનીમાં તપાસ શરૂ કરી હતી જોકે મોડી રાત સુધી કોઈ જાનહાનિ થઈ હોવાની વિગતો સામે આવી ન હતી.
ઇજાગ્રસ્તોનાં નામ
- જયરાજસિંહ ઠાકોર 26 (મરોલી)
- સાહિલ વેસુવાલા 24 (વેસુ ગામ)
- જય દેસાઈ 28 (સચિન)
- શ્રેયસ પટેલ 22 (સચિન)
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ