Ahemdabad News: વાવ વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે.ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોરની ટિકિટ આપવામાં આવી છે.જ્યારે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત મેદાને છે.આ બધાની જ વચ્ચે ભાજપના નેતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.તેના પગલે પક્ષ નારાજ થયો છે અને દંડાત્મક કાર્યવાહી કરી છે.આજે ભાજપ દ્વારા માવજી પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના પાંચ નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પાંચ સભ્યોને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પટેલની સુચનાથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પર થી દૂર કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા ભાજપ દ્વારા જે પાંચ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેમાં માવજી પટેલ (ડિરેક્ટર બનાસ બેંક),લાલજી હમીરભાઈ ચૌધરી(પટેલ) (પૂર્વ ચેરમેન,ભાભર માર્કેટ યાર્ડ),દેવજી પ્રેમાભાઈ પટેલ (પૂર્વ ચેરમેન,જિ.ખ.વે.સંઘ,ડિરેક્ટર જિ.ખ.વે.સંઘ), દલરામ નાગજીભાઈ પટેલ (ચેરમેન ભાભર માર્કેટ યાર્ડ) અને જામાભાઈ ભુરાભાઈ પટેલ (પૂર્વ મહામંત્રી ,સુઈગામ તાલુકા)ને પક્ષના પ્રાથમિક સભ્ય પદથી દૂર કરવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube