પોલિટિક્સ
Trending

ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું,રાજીનામા અંગે ભાજપનું સત્તાવાર નિવેદન

  • ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું
  • પ્રદીપસિંહના અચાનક રાજીનામાથી રાજકારણમાં ખળભળાટ
  • વ્યક્તિગત કારણોસર આપ્યું રાજીનામું: રજની પટેલ

Resignation of Pradeep Sinh Vaghela/ગાંધીનગર: ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું (Pradeep Singh Vaghela Resignation) આપી દીધું છે. પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રજની પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું છે કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.

ભાજપના રજની પટેલે શું કહ્યું?
ભાજપના મહામંત્રી રજની પટેલે કહ્યું હતું કે, ”પ્રદિપસિંહ વાઘેલાએ અંગત કારણોસર સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને તેમનું રાજીનામું સ્વિકારી લેવાયું છે. તેમણે પાર્ટીને પોતાની નારાજગી અંગે કોઈ ફરિયાદ કરી નથી. પ્રદિપસિંહ વાઘેલા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા છે અને રહેશે. પરંતુ તેઓ હાલ તેઓ અંગત કારણોસર પાર્ટીથી દૂર રહેવા માંગે છે. પ્રદિપસિંહ પર કમલમમાં પ્રવેશવા પર પ્રતિબંધની વાત છે તે પાયા વીહોણી છે, ભાજપનો દરેક કાર્યકર કમલમમાં આવી શકે છે.”

આ પહેલા ખાનગી ચેનલ સાથે વાત કરતા પ્રદિપસિંહ વાઘેલાએ પોતે પાર્ટી અધ્યક્ષના કહેવા પર 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું હતું. જોકે તેમના રાજીનામાના સ્વીકાર અંગે હજુ પાર્ટી તરફથો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, મેં માત્ર જવાબદારી છોડી છે, હું પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું અને મેં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. હું આ અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ. કલમમમાં પ્રવેશ ઉપર પ્રતિબંધની વાત સદંતર ખોટી છે. મારી સામે પણ પત્રિકા યુદ્ધ ચાલે છે.

ભાજપના પ્રવક્તા ઋત્વીજ પટેલે કહ્યું હતું કે, ”પ્રદિપસિંહ વાઘેલાએ સુંદર કામગીરી કરી છે. તેમની સામે લાગાલે ભ્રષ્ટાચારના તમામ આરોપો પાયાવિહોણા છે. તેમણે પોતાની ઈચ્છાથી અંગત કારણોસરસ રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપના સિસ્તબદ્ધ સૈનિક છે. તેઓ આગળ પણ ભાજપ માટે જે પણ કામગિરી આપવામાં આવશે તે કરવા માટે તૈયાર છે. પરિવર્તન સંસારનો નિયમ છે. અલગ-અલગ જિલ્લા પ્રમુખોની જવાબદારી બદલાઈ છે. નારાજગીની કોઈ વાત નથી. તેઓ ભવિષ્યમાં પણ કામ કરવા તૈયાર છે.”

2016માં બનાવાયા હતા પ્રદેશ મહામંત્રી
સાણંદના બકરાણા ગામના વતની પ્રદીપસિંહ વાઘેલાને 10 ઓગસ્ટ 2016ના રોજ ભાજપ પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. પ્રદીપસિંહ વાઘેલા સૌથી નાની વયના પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત થયા હતા. આ પછી નવેમ્બર 2020માં તેમને ગુજરાત ભાજપ તરફથી રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી આપવામાં આવી હતી. પ્રદીપસિંહ વાઘેલાને GHMCની ચૂંટણી માટે સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button