અમદાવાદ : અમદાવાદની (Ahmedabad) નરોડા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય બલરામ થવાણીની (MLA Balram Thwani) ટિકિટ કાપવામાં આવી છે, તેમના સ્થાને પાયલ કુકરાણીને (Payal Kukrani) ટિકિટ મળી છે. દિગ્ગજ નેતા બલરામ થવાણીની ટિકિટ કાપીને ભાજપે(BJP) યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા. ડો.પાયલ કુકરાણી માત્ર 30 વર્ષના છે. સિંધી સમાજમાંથી (Sindhi society) આવતા પાયલ કુકરાણી આખરે કેવી રીતે ભાજપમાંથી ટિકિટ(Ticket) મેળવવા સફળ રહ્યાં.
કોણ છે ડો. પાયલ કુકરાણી?
ભાજપે 30 વર્ષીય ડો.પાયલ કુકરાણીને નરોડા બેઠકથી ટિકિટ આપી છે. ડો.પાયલ અસારવા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે.પાયલ કુકરાણી હાલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે અને દર્દીઓની સેવા કરે છે. તેમણે રશિયામાંથી એમ.ડી મેડિસિનની ડિગ્રી મેળવેલી છે. 30 વર્ષના ડો. પાયલ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે અન તેમના માતા તથા પિતા બંને ભાજપમાં છે. તેમના માતા રેશમા કુકરાણી અમદાવાદના સૌજપુર-બોઘા વોર્ડના કોર્પોરેટર છે. જ્યારે પિતા મનોજ કુકરાણી નરોડા પાટિયા હત્યાકાંડમાં આજીવન કેદની સજા મેળવી ચૂક્યા છે.
જો કે પાયલ કુકરાણીની જાહેરાત થતા બાદ નરોડા બેઠક પર નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પોતાન ટિકિટ મળતા ડો.પાયલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મારા માતાપિતા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે. મારા માતા પિતાનો અનુભવ મને કામ આવશે. બધાની સાથે લઈને આગળ વધીશું.
પૂર્વ ધારાસભ્યના સમર્થકો નારાજ
ડો. પાયલ કુકરાણી સિંધી સમાજમાંથી આવે છે. જોકે તેમને ટિકિટ મળતા જ નરોડામાં ભાજપના કાર્યાલય ખાતે બલરામ થાનાણીના સમર્થકોએ જઈને રજૂઆત કરી હતી કે, ડો. પાયલે અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હોવાથી તેઓ સિંધી સમાજમાં ગણાય નહીં. આમ તેમને મળેલી ટિકિટનો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ શહેરમાં આ વખતે એક સાથે 10 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. જ્યારે 2 ધારાસભ્યોને જ રિપીટ કરવામાં આવ્યા છે.
પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડશે :
ભાજપે જે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, તેમાં 14 ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાંથી 9 મહિલા ઉમેદવારો એવી છે. જે પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. જિજ્ઞા પંડ્યા, ડો.દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, રીવાબા જાડેજા, દર્શના વસાવા, ભીખીબેન પરમાર, પાયલ કુકરાણી, કંચન રાદડિયા અને દર્શનાબેન વાઘેલા પહેલીવાર ચૂંટણી લડવાના છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp