ગુજરાત
Trending

BREAKING NEWS: ભૂપેન્દ્ર પટેલ બીજી વખત બનશે ગુજરાતના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા

  • ભૂપેન્દ્ર પટેલ ફરીવાર બન્યા ગુજરાતના મુખ્યમત્રી 
  • કનુ દેસાઈએ ધારાસભ્ય દળની બેઠકમાં મૂક્યો હતો પ્રસ્તાવ
  • તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રીના નામ પર મારી મહોર

ગાંધીનગર :ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ આજે ભાજપ(BJP)ના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં વિધાનસભા પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલ(Bhupendrabhai Patel)ના નામની પસંદગી કરતો ઠરાવ રજૂ થયો હતો. ધારાસભ્ય દળની બેઠકમાં રાજનાથસિંહ, યેદિયુરપ્પા અને અર્જુન મુંડા ત્રણેય નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આજે તમામની નજર કોર કમિટીની બેઠક પર હતી કેમકે આ બેઠકમાં CM કોણ બનશે તે અંગે નિર્ણય લેવાનો હતો. 

ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ

કનુ દેસાઈએ મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવને પુર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષા વકીલ અને રમણલાલ વોરા ટેકો જાહેર કર્યો હતો.

Gujarat 3

મંત્રીમંડળની શપથવિધિ માટે માગશે સમય
શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવનમાં તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. બપોરે 2 વાગ્યે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવામાં આવશે.હવે ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીના નેતાઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ ગુજરાતમાં સરકાર રચવાનો દાવો કરશે અને મંત્રીમંડળની શપથવિધિ માટે સમય માગશે. આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ જીત બાદ નવી સરકાર બનાવવા માટેની તૈયારીઓ તેજ બની છે.

નવી સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનશે. ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થઈ છે. સર્વ સંમતિથી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા છે. કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઈ છે. ત્યારે સોમવારે PM મોદી અને અમિત શાહની હાજરીમાં શપથ લેશે. 

બપોર બાદ બંને અગ્રણી દિલ્હી જશે
બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી જશે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા સહિતના કેન્દ્રીય નેતૃત્વને મળશે અને નવા મંત્રી મંડળ અંગે ચર્ચા કરશે.

 

12 ડિસેમ્બરે ગાંધીનગરમાં લેશે શપથ

ગાંધીનગર હેલીપેડ મેદાન ખાતે સોમવારે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે.તેમની સાથે તેમનું મંત્રી મંડળ પણ શપથ લેશે.

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button