June 22, 2024
KalTak 24 News
International

ફૂડટ્રકથી સ્ટાર્ટઅપ સુધીની સફર કરનાર ગુજરાતી મૂળનાં ભાવિની પટેલ હવે અમેરિકન સાંસદની લડશે ચૂંટણી..

Indians In America Elecation
  • ભારતીય મૂળના ભાવિની પટેલનું નામ આજકાલ ઘણું ચર્ચામાં
  • યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણીમાં કિસ્મત અજમાવશે ભારતવંશી
  • ઈન્ડિયા ઓન વ્હીલ્સ નામથી ફૂડ ટ્રકથી માંડીને ટેક સ્ટાર્ટઅપ સુધીની સફર

Indians In America : અમેરિકામાં એક ગુજરાતણે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ફૂડ ટ્રકના બિઝનેસ બાદ ટેકનોલોજીમાં સ્ટાર્ટ અપ ચલાવતી ગુજરાતી મહિલા ભાવિની પટેલ હવે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડી રહી છે. પેન્સિલવેનિયાના 12મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી કોંગ્રેસ માટે ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભાવિની પટેલ પોતાના વિસ્તારમાં પોપ્યુલર મહિલા નેતા બની રહી છે. 

તેમણે પિટ્સબર્ગમાં ફૂડ ટ્રક ‘ઈન્ડિયા ઓન વ્હીલ્સ’ થી કરિયરની શરૂઆત કરી હતી. તેમના માતા સિંગલ પેરેન્ટ હતા. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યા પછી ભાવિની પટેલે ટેક કંપનીમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું. એ સ્ટાર્ટ અપ સફળ રહ્યુ હતું. તેના બાદ ભાવિની પટેલે રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. 

ભાવિની પટેલના પેરેન્ટ્સ ગુજરાતમાંથી અમેરિકા સ્થાઈ

ભાવિની પટેલના પેરેન્ટ્સ ગુજરાતમાંથી અમેરિકા સ્થાઈ થયા હતા. ભાવિનીનો જન્મ અમેરિકામાં થયો હતો. ૩૦ વર્ષનાં ભાવિની પટેલે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી. ભાવિની પટેલે એક સમયે ફૂડ ટ્રકથી કારકિર્દી શરૂ કરી હતી. ઈન્ડિયા ઓન વ્હિલ નામના ફૂડ ટ્રકથી સંઘર્ષ કર્યા બાદ ભાવિનીએ એક ટેકનોલોજીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. એ સ્ટાર્ટઅપ સફળ થયું હતું. હવે ભાવિનીએ રાજકારણમાં ઝંપલાવ્યું છે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી લડી રહી છે

પેન્સિલવેનિયાના ૧૨મી ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટી વતી એ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી લડી રહી છે. અમેરિકન કોંગ્રેસના આ નીચલા હાઉસમાં એ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની જ સમર લી સાંસદ હતી, પરંતુ અમેરિકન પોલિસીને લગતા કેટલાક મુદ્દામાં તેનો ઓપિનિયન સ્થાનિક લોકોને પસંદ પડયો ન હોવાથી તેની લોકપ્રિયતા ઘટી ગઈ છે.

એ કારણે ભાવિની પટેલની ઉમેદવારીનો માર્ગ મોકળો બન્યો હતો. આ ચૂંટણી આગામી ૨૩મી એપ્રિલે થશે. ભાવિની પટેલે ચૂંટણી કેમ્પેઈન શરૂ કરી દીધું છે. ચૂંટણી માટે આ ગુજરાતી મૂળની યુવતીએ ૩ લાખ ડોલર જેવી રકમ પણ ઉઘરાવી છે. તેને ૩૩ સ્થાનિક અધિકારીઓનું સમર્થન મળી ચૂક્યું છે, જેમાં મેયરનો પણ સમાવેશ થાય છે.

ભાવિની પટેલે કહે છે કે, અહીંના ભારતીય ડાયસ્પોરામાં અસર પડે છે.  મારા માતા જ્યારે અહી આવ્યા, ત્યારે તેમણે મારા ભાઈ અને મને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેર્યા. અમે ખૂબ જ આસપાસ ફર્યા. અલગ-અલગ શહેરોમાં રહ્યાં. મારી માતાએ રેસ્ટોરન્ટ વાસણો ધોવાનુ પણ કામ કર્યુ, તેમજ મોટેલ ઉદ્યોગમાં કામ ક્યું. વિવિધ વિચિત્ર નોકરીઓ કરી. તે આખરે મોનરોવિલે આવી, જે પશ્ચિમી પેન્સિલવેનિયામાં એક નાનકડું ઉપનગર છે, અને ત્યાં જ તેણે એક નાનો કેટરિંગ બિઝનેસ શરૂ કર્યો. ત્યાંના સ્થાનિક પટેલ ભાઈઓને સમોસા અને અન્ય વિવિધ પેસ્ટ્રી સપ્લાય કરી. ત્યાંથી તેણે ફૂડ ટ્રકનો બિઝનેસ શરૂ કર્યો. તેથી , મારો પરિવાર છેલ્લા 25 વર્ષથી ફૂડ ટ્રક ચલાવે છે. 

 

Group 69

 

 

Related posts

યુએસ પ્રમુખ જો બાઈડને ભારતને સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા, કહ્યું- ભારતની લોકશાહીનું સન્માન કરીએ છીએ

KalTak24 News Team

કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત,રોડ ક્રોસ કરી રહેલા ગુજરાતી યુવકનું ટ્રકની ટક્કરે મોત,પરિવાર ઘેરા આઘાતમાં

KalTak24 News Team

કરુણ ઘટના: ઓસ્ટ્રેલિયામાં કાર અકસ્માતમાં ગુજરાતની પટેલ યુવતીનું કરુણ મોત,બે મહિના પહેલા અભ્યાસ માટે ગઈ હતી યુવતી

Sanskar Sojitra
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા