- રાજસ્થાનના ભરતપુરમાં ભયાનક અકસ્માત
- ટ્રકે બસને ધડાકાભેર મારી ટક્કર
- બસમાં મુસાફરી કરી રહેલા 11 લોકોના મોત
Bharatpur Road Accident News: આજે વહેલી સવારે ભાવનગરથી મથુરા જતી બસનો રાજસ્થાનના ભરતપુર નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં 11 લોકોના મોત અને તેમાં 6 જેટલી મહિલા અને 5 જેટલા પુરુષનાં મોત નિપજ્યા છે. જ્યારે 12 જેટલા લોકો ઘાયલ છે. આ બસમાં સવાર લોકો મથુરા દર્શન માટે જતી જઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ભાવનગરની બસ હંત્રા પુલ પર રોડની સાઇડમાં ઊભી હતી ત્યારે ફુલ સ્પીડમાં આવતાં ટ્રેઇલરે બસને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ભાવનગરની બસમાં અંદાજે 57 લોકો સવાર હતાં.
આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા પાસે સવારે લગભગ 5:30 વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં 6 મહિલાઓ અને 5 પુરૂષો હતા. તેમાં મૃત્યુ પામેલા લોકો ગુજરાત મૂળ ભાવનગરના રહેવાસી છે.
બ્રેકડાઉનના કારણે બસ રોડ કિનારે ઊભી હતી
પોલીસના જણાવ્યા અનુસાર બસ ગુજરાતના ભાવનગરથી મથુરા જઈ રહી હતી. ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસ અચાનક પલટી ગઈ હતી. ડ્રાઇવર અને તેના સાથી સહિત અન્ય મુસાફરો પણ બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઈવર અને તેના સાથી બસને એડજસ્ટ કરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઊભેલા લોકોને કચડી નાખ્યા. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત પડેલા લોકોને જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
રોડ પર વેરવિખેર મૃતદેહો, હાઈવે જામ
અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ રાખ્યા. સાથે જ હાઈવે પર પણ જામ લાગી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોની હાલત નાજુક છે. જ્યારે તેઓ ભાનમાં આવશે ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવશે.
ધાર્મિક યાત્રા પર જતા હતા
બસના એક મુસાફરે જણાવ્યું કે સવારે લગભગ ચાર વાગે બસમાં થોડી સમસ્યા હતી. આથી બસ હંતારા પુલ પાસે ઊભી હતી. ડ્રાઈવર અને અન્ય એક ડીઝલ લેવા ગયા હતા અને લગભગ 10-12 મુસાફરો બસમાંથી નીચે ઊતરીને બસની પાછળ જઈને ઊભા હતા. આ દરમિયાન ઝડપથી આવતી ટ્રકે બધાને કચડી નાખ્યા હતા. મુસાફરે જણાવ્યું કે તેઓ મંગળવારે રાત્રે 10 વાગ્યે પુષ્કરથી રાત્રિભોજન કરીને વૃંદાવન જવા રવાના થયા હતા. બસમાં કુલ 57 મુસાફરો સવાર હતા.
Rajasthan CM Ashok Gehlot condoles the death of 11 people in a collision between a trailer vehicle and a bus.
“…Police-Administration are present at the spot and the injured are being taken to hospital..,” he tweets. https://t.co/HyYrqfpdCW pic.twitter.com/mvhtkruPAt
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 13, 2023
મૃતકોના નામ
અંતુભાઈ લાલજીભાઈ ગયાણી, નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી, લલ્લુભાઈ દયાભાઈ ગયાણી, ભરતભાઈ ભીખાભાઈ, લાલજીભાઈ મનજીભાઈ, અંબાબેન જીણાભાઈ, કંબુબેન પોપટભાઈ, રામુબેન ઉદાભાઈ, મધુબેન અરવિંદભાઈ દાગી ,અંજુબેન થાપાભાઈ, મધુબેન લાલજીભાઈ ચુડાસમા.
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2023
ટ્રકે બસને પાછળથી મારી ટક્કર
પ્રાપ્ત વિગતો અનુસાર, મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગ્રા હાઈવે પર આવેલા હંતારા પુલ પર બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી બસના ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી હતી અને બસનું રિપેરિંગ કામ શરૂ કર્યુ હતું. આ દરમિયાન લગભગ 10-12 મુસાફરો બસમાંથી નીચે ઊતરીને બસની પાછળ જઈને ઊભા હતા. ત્યારે ફૂલ સ્પીડમાં આવેલી ટ્રકે બધાને કચડી નાખ્યા હતા.
અનેક લોકોનો ચમત્કારિક બચાવ
આ બસના અનેક મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ લોકો બસ રિપેર થતી હતી તેની સામેની બાજુ બેઠા હતા અને બસ બરાબર થઇ જાય તેની રાહ જોતા હતા. હાલ આ ગોઝારો અકસ્માત સર્જનાર ટ્રેલરનો ડ્રાઇવર ફરાર છે. પોલીસ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.
મહત્વનું છે કે ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સ શિહોરની આસપાસના લોકો ને લઈને મથુરા લઈ જઈ રહી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube