ગુજરાત
Trending

ફરી એક વખત વિવાદમાં આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પરીક્ષા પહેલા વાયરલ થયા પરીક્ષાના પેપર

  • ગુજરાતમાં વધુ એકવખત પેપર લીક થયાની ઘટના
  • ફરીવાર વિવાદમાં આવી ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
  • BBA-BComની પરીક્ષાના પેપર લીક થતા તંત્ર થયું દોડતું

સૌરાષ્ટ્ર યુનિ.માં BBA,B.Comનું પેપર લીક થયુ છે. અનેક વખત પેપર લીક થવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વખત પેપર લીક કાંડ સામે આવ્યું છે.રાજ્યની પ્રસિદ્ધ એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)માં પેપર લીક કાંડ થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. BBA અને B.com સેમ 5ની પરીક્ષાનું પેપર ફુટતા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.

યુનિવર્સિટીના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપર લીક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)ના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપર લીક થયા છે. BBA સેમ-5ના ડાયરેક્ટ ટેક્સેસન-5નું પેપર લીક થયું છે તો BCom સેમ-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી છે. આજે જે પરીક્ષા લેવાનારી હતી એ જ પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર યુનિવર્સિટીમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

saurastra%20university%20pic

આજે લેવાના પેપરની એક કોપી પહોંચી મીડિયા સુધી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)માં પેપર લીક થવાની ઘટનામાં 42 કોલેજોમાં પેપર મોકલવામાં આવ્યું હતું. તેમાં કુલ 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. ગઈકાલે રાત્રીના 11 વાગ્યે પરીક્ષા વિભાગના હેડને પેપર લીક થયું છે તેવી જાણ થઈ હતી. જેમાં રાત્રીના 12 વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગમાં કુલપતિ પહોંચ્યા હતા. તથા પેપરની કોપી લઈને ચકાસણી કરી ત્યારે ખબર પડી પેપર લીક થયું છે. જેમાં પેપર લઈને સૌરાષ્ટ્ર યુનિ. પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે.

Rajkot: The exam papers of BBA and B.Com were leaked in this university ગુજરાતની આ યુનિવર્સિટી ફરી એકવાર આવી વિવાદમાં, BBA અને B.Comની પરીક્ષાના પેપર થયા લીક

પરીક્ષા પહેલા કેન્દ્રમાં પેપર મોકલવાનો નિર્ણય પડ્યો ભારે
રાત્રીના 5 વાગ્યા સુધીમાં પેપર પરત મંગાવવા કોલેજોને જાણ કરી છે. તથા સવારે બીજું પેપર ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યું છે. પેપર ગ્રામીણ વિસ્તારની કોઈ કોલેજમાં લીક થયું હોવાની આશંકા છે. તથા હાલ 42 કેન્દ્રોમાંથી પેપરના સીલબંધ કવર પાછા મંગાવામાં આવ્યા છે. જે કોલેજને મોકલવામાં આવેલું પેપરનું સિલ તૂટેલું હશે એ કોલેજ સામે ફોજદારી અને કોલેજ સામે જરૂરી દાખલા રૂપ પગલાં લેવાનો વીસીએ દાવો કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વિદ્યાર્થીઓને આજે નવા પેપર અપાશે: સૂત્ર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University) અંતર્ગત કોલેજોમાં પેપર પણ પહોંચી ગયા હતા. જોકે બંને પરીક્ષાના પેપર માર્કેટમાં કઈ રીતે પહોંચ્યા તે પણ એક મોટો તપાસનો વિષય છે. જોકે આ મામલે કોલેજોને એડવાન્સમાં અપાતા પેપરના કારણે કૌભાંડ થયાની શક્યતા સેવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વિદ્યાર્થીઓને આજે નવા પેપર અપાશે. જોકે આ ઘટનાને લઇને ખુદ પરીક્ષા નિયામક નિલેશ સોની પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. હાલ આ ઘટનાને લઇને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેપર ફોડનાર વિરૂદ્ધ યુનિવર્સિટીએ ફરિયાદ નોંધાવી છે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button