ગુજરાત
Trending

‘બાગેશ્વર બાબા’ આજથી ગુજરાતમાં,જાણો શું છે 10 દિવસનો સમગ્ર કાર્યક્રમ

 • બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
 • સાંજે વટવામાં શિવપુરાણ કથામાં હાજરી આપશે
 • દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથામાં આપશે હાજરી

Dhirendra Krishna Shastri in Gujarat: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri)નો આજથી ગુજરાતમાં દિવ્ય દરબાર શરૂ થઈ રહ્યો છે. જેને પગલે તેમના આયોજકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આજે બપોરે ત્રણ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને અહીંથી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. 25 મેથી 3 જૂન સુધી તેઓ ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરીને દિવ્ય દરબાર યોજશે.જેમાં દરેક શહેરમાં લાખો ભક્તો જોડાઈ શકે છે.

25 મેથી 3 જૂન સુધી તેઓ ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરીને દિવ્ય દરબાર યોજશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમો આજથી યોજાવાના છે. ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં તેમનો સુરક્ષા સ્ટાફ અને વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો આવી શકે છે. આ વચ્ચે લાખોની સંખ્યામાં ભક્તો પણ હાજર રહી શકે છે.

શું છે સમગ્ર કાર્યક્રમ

 • 25 મે અમદાવાદમાં બપોરે 3 વાગ્યે પહોંચશે
 • 3 વાગ્યે વટવામાં ઓશિયા મોલ સામે શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે
 • કથા દરમિયાન ભક્તોને સંબોધનની સાથે આશીર્વાદ પણ આપશે
 • 26 અને 27 મેના રોજ સુરતના લિંબાયતમાં દિવ્ય દરબાર યોજાશે
 • 28 મેના રોજ અમદાવાદના ચાંદખેડા નજીક ઝુંડાલમાં કાર્યક્રમ
 • 29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડિયામાં ચાણક્યપુરીમાં કાર્યક્રમ
 • 1 અને 2 જૂન રાજકોટના રેસકોર્સ મેદાન પર દિવ્ય દરબાર યોજાશે
 • 3 જૂને વડોદરામાં નવલખી મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે

500 ખાનગી બાઉન્સરો સુરક્ષામાં રહેશે

બાગેશ્વર બાબાના નામથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ તમામ કાર્યક્રમો નિઃશુલ્ક યોજાવાના છે. આ માટે મુલાકાતીઓ પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. તેમની સુરક્ષા માટે 500થી વધુ ખાનગી બાઉન્સરો રાખવામાં આવશે, તો 1500થી વધુ સ્વયંસેવકો તેમજ હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે રહેશે. નોંધનીય છે કે, તાજેતરમાં જ બાગેશ્વર બાબાને Z સિક્યોરિટી આપવામાં આવી છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button