ટેકનોલોજી
Trending

એલોન મસ્કની મોટી જાહેરાત,X પરથી ફોન નંબર વગર જ કરી શકાશે વિડિયો-ઓડિયો કોલ

  • એલન મસ્કે ફરી એકવાર X (અગાઉ ટ્વિટર)ને લઈ મોટો નિર્ણય કર્યો 
  • હવેથી Twitter પર મળશે ઓડિયો-વીડિયો કોલની સુવિધા

X(Twitter) New Feature: એલન મસ્કે ફરી એકવાર X (અગાઉ Twitter)ને લઈ મોટો નિર્ણય કર્યો છે. વાત જાણે એમ છે કે, એલન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ Twitter) નો હવાલો સંભાળ્યો ત્યારથી તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. જોકે હવે એલન મસ્કના એક એલાનથી WhatsAppની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિગતો મુજબ એલન મસ્કે જણાવ્યું હતું કે, હવે X (અગાઉ Twitter) પર ઑડિયો અને વીડિયો કૉલ્સની સુવિધા મળશે. જોકે વિડિયો અને ઑડિયો કૉલ્સ ખાસ વાત એ છે કે વીડિયો કે ઓડિયો કોલ માટે મોબાઈલ નંબરની જરૂર નહીં પડે.

iOS, Android, Mac અને PC પર કામ કરશે

સમાચાર મુજબ ટ્વિટરમાં આવનાર આ ફીચર iOS, Android, Mac અને PC પર કામ કરશે. ઇલોન મસ્કએ જણાવ્યું હતું કે X એક અસરકારક વૈશ્વિક એડ્રેસ બુક છે. મસ્કએ કહ્યું છે કે આવનારા દિવસોમાં યુઝર્સને એક અલગ અને સારો અનુભવ મળશે. નવા X ફીચરને કંપની દ્વારા પહેલા પણ ઘણી વખત ટીઝ કરવામાં આવી ચુકી છે અને હવે આ ફીચર આગામી અપડેટમાં જોવા મળે તેવી આશા છે. તમને જણાવી દઈએ કે, ટ્વિટર ડિઝાઇનર એન્ડ્રીયા કોનવેએ UI સહિત નવા ફીચર્સનાં સ્નિપેટ્સ શેર કર્યા છે.

વૉઇસ અને વિડિયો કૉલિંગ સુવિધા શરૂ થવાની ધારણા
એલન મસ્ક તેમની લોકપ્રિય એપ Xને સુપર એપમાં કન્વર્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ દિશામાં તેમણે આ મોટી જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર X પર વૉઇસ અને વીડિયો કૉલિંગની સુવિધા સપ્ટેમ્બરની શરૂઆતથી શરૂ થવાની આશા છે.

ડાયરેક્ટ મેસેજ સેક્શનમાં ઓપ્શન મળશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુઝર્સને ડાયરેક્ટ મેસેજ સેક્શનમાંથી ઓડિયો કે વીડિયો કોલ કરવાનો વિકલ્પ મળશે. જોકે આ ફીચર કોના માટે હશે અને કોના માટે નહીં તે જાહેર કરવામાં આવ્યું નથી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button