એકબાજુ આખું વિશ્વ પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યો છે,ત્યારે ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નમાં એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી ચિત્રો બનાવ્યા હતા. મેલબોર્નમાં જે મંદિર પર હુમલો થયો તે BAPS સ્વામિનારાયણ મંદિર છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કેઆજે વહેલી સવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક હિન્દુ મંદિર પર ખાલિસ્તાનીઓ એ હુમલો કર્યો હતો અને તોડફોડ મચાવી હતી. મળતી માહિતી અનુસાર બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પર કસિત રીતે ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કરી તોડફોડ કરી હતી. મેલબોર્નના ઉતર્યો ઉપનગર મિલ પાર્કમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભદ્દા ચિત્રો ચિર્ત્યા હતા.

BAPS સ્વામિનારાયણ મંદિરે શું કહ્યું?
આ અંગે BAPS સંસ્થાએ જણાવ્યું કે, મિલ પાર્ક, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના ગેટ પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી ભારત વિરોધી પ્રવુતિથી અમને ખૂબ જ દુઃખ થયું છે. મિલ પાર્કમાં BAPS મંદિર, વિશ્વભરના BAPS ના તમામ મંદિરોની જેમ, શાંતિ, સંવાદિતા, સમાનતા, નિઃસ્વાર્થ સેવા અને સાર્વત્રિક હિંદુ મૂલ્યોનું નિવાસસ્થાન છે.
News: Appeal for Peace, Melbourne, Australia https://t.co/UYGsrrmJEd pic.twitter.com/W75oLCAHtK
— BAPS (@BAPS) January 12, 2023
ધ ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, બીએપીએસ મંદિરમાં લોકો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવ્યું છે કે, આ વિનાશ અને નફરતના કૃતિઓથી અમે ખૂબ જ આઘાત પામ્યા છીએ.

હરિ ભક્તોને શાંતિ જાળવવા અપીલ
મંદિરમાં તોડફોડ પણ કરી હોવાનો આરોપ છે ત્યારે મંદિર દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે સમગ્ર ઘટના મામલે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજે શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરી છે તથા હરિભક્તોને પણ શાંતિ જાળવવા અપીલ કરી છે.અમે ઑસ્ટ્રેલિયા અને ભારતની સરકારો તેમજ સ્થાનિક સમુદાય સંગઠનો સહિત યોગ્ય અધિકારીઓના સતત સમર્થન માટે આભારી છીએ. સમગ્ર ઓસ્ટ્રેલિયામાં BAPS મંદિરો એક સમૃદ્ધ બહુસાંસ્કૃતિક સમાજના પ્રતીકો છે જે ઓસ્ટ્રેલિયન આદર, મિત્રતા અને સહિષ્ણુતાના મૂલ્યોને પોષે છે.
સાંસદ ઇવાન મુલહોલેન્ડે ઘટનાને વખોડી
નોર્ધન મેટ્રોપોલિટન રિજન માટે લિબરલ સાંસદ ઇવાન મુલ્હોલેન્ડે કહ્યું કે, મંદિરની આ તોડફોડ વિક્ટોરિયાના શાંતિપ્રિય હિંદુ સમુદાયને ખાસ કરીને આ પવિત્ર સમયે ખૂબ જ ખલેલ પહોંચાડે છે. અમિત સરવાલ નામના પત્રકારે જણાવ્યું હતું કે, મેલબોર્નમાં રહેતા હિન્દુ સમુદાયે પોલીસ અને સાંસદો સામે ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. અહીંના સાંસ્કૃતિક મંત્રી પણ તે સ્થળના છે જ્યાં આ ઘટના બની હતી. ગયા વર્ષથી બધુ જ ચાલી રહ્યું છે. કેરળ હિન્દુ એસોસિએશને ઘટનાની નિંદા કરી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.