રાષ્ટ્રીય
Trending

ASSEMBLY ELECTIONS 2023: 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો થઈ જાહેર, જાણો વધુ વિગતો

Assembly Election: આજે સોમવારે (9 ઓક્ટોબર) બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.જેમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ સહિત કુલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, આ ચૂંટણીની તૈયારીઓ છેલ્લાં છ મહિનાથી ચાલતી હતી. તેના માટે અમે દરેક રાજ્યોની મુલાકાત લીધી છે અને દરેક રાજકીય દળો સાથે ચર્ચા પણ કરી હતી. એટલું જ નહીં અમે નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવા માંગીએ છીએ. તેના માટે અમે અમારા તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે વધુમાં જણાવ્યું કે, પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામો એક સાથે 3 ડિસેમ્બરના રોજ આવશે. છત્તીસ ગઢમાં બે તબક્કામાં મતદાન કરવામાં આવશે. આ ઉપરાંત બાકીના ચાર રાજ્યોમાં એક તબક્કામાં જ મતદાન થશે. મિઝોરમમાં 7 નવે., મધ્યપ્રદેશમાં 7 નવે., રાજસ્થાનમાં 23 નવે., તેલાંગણામાં 30 નવે., જ્યારે છત્તીસ ગઢમાં બે તબક્કામાં 7 નવે., અને 17 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. 30 ઓક્ટોબર સુધીમાં મતદાર યાદીમાં બદલાવ, ફેરફાર કે સુધારા વધારા કરી શકાશે. ઓનલાઈન પણ આ પ્રક્રિયા શકશે.

5 રાજ્યોમાં મતદાનની તારીખો જાહેરઃ

મિઝોરમ
7 નવેમ્બર મતદાન
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ

છત્તીસ ગઢ
બે તબક્કામાં મતદાન
7 નવેમ્બર, 17 નવેમ્બર
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ

 

 

મધ્ય પ્રદેશ
7 નવેમ્બર
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ

રાજસ્થાન
23 નવેમ્બર- મતદાન
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ

તેલંગણા
30 નવેમ્બર
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ

તમામ રાજ્યોના પરિણામો 3 ડિસેમ્બરે એકસાથે આવશે.

કયા રાજ્યોમાં કુલ કેટલી વિધાનસભા બેઠકો છે?

રાજ્ય કુલ બેઠકો
રાજસ્થાન 200
મધ્ય પ્રદેશ 230
છત્તીસગઢ 90
તેલાંગણા 119
મિઝોરમ 40

5 રાજ્યોમાં કુલ કેટલી બેઠકો છે?
તમામ પાંચ રાજ્યોની કુલ બેઠકોની વાત કરીએ તો 679 કુલ વિધાનસભા બેઠકો છે.

5 રાજ્યોના મતદારોની સંખ્યા કેટલી?
5 રાજ્યોમાં 16.1 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પાંચેય રાજ્યોના મળીને કુલ 8.2 કરોડ પુરુષ મતદારો છે, જ્યારે 7.8 કરોડ મહિલા મતદારો છે. જ્યારે પાંચેય રાજ્યોના મળીને આ વખતે જે મતદારો પહેલીવાર મતદાન કરવાના છેકે, એટલેકે, ફર્સ્ટ વોટર છે જે નવા મતદારો છે તેની સંખ્યા 60.2 લાખ મતદાર છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા. મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે. આ રાજ્યોમાં 16.14 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો છે. આ રાજ્યોમાં 60.2 લાખ મતદાતાઓ છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે.

5 રાજ્યોમાં 1.7 લાખ મતદાન મથકો

CEC રાજીવ કુમારે જણાવ્યું કે, 17 ઓક્ટોબરથી મતદાર યાદી જાહેર કરવામાં આવશે. 17 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કોઈપણ વ્યક્તિ મતદાર યાદી સંબંધિત કોઈપણ ફેરફાર કરી શકે છે. આ BLO મારફતે અથવા સીધી વેબસાઈટ દ્વારા કરી શકાય છે. આ 5 રાજ્યોમાં 1.77 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવશે.મતદાન મથક 2 કિલોમીટરથી દૂર નહીં હોય.

2 1696834279

 

– પાર્ટીઓએ 31 ઓક્ટોબર સુધીમાં ડોનેશનની માહિતી આપવાની રહેશે. તો જ તમને આવકવેરામાં છૂટ મળશે.

– વૃદ્ધોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા મળશે.

– 5 રાજ્યોમાં 940 ચેકપોસ્ટ બનાવવામાં આવશે. આ રાજ્ય પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.

નવા મતદારોની ઉંમર 18 થી 19 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. તેમની ઉંમર 18 થી 19 વર્ષની વચ્ચે છે. 15.39 લાખ મતદારો એવા છે કે જેઓ 18 વર્ષ પૂર્ણ કરવાના છે અને જેમની એડવાન્સ અરજીઓ આવી છે.

કયા રાજ્યમાં કેટલા મતદાન મથકો છે?

રાજ્ય મતદાન મથક
મધ્ય પ્રદેશ- 64,523
રાજસ્થાન- 51,756
છત્તીસગઢ -24,109
તેલંગાણા- 35,356
મિઝોરમ -1,276

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા