September 8, 2024
KalTak 24 News
Politics

AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સુરતમાં લેખિતમાં કરી મોટી ભવિષ્યવાણી-‘ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જીતે છે’

Arvind Gopal

Gujarat Elction 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની તારીખ નજીક આવતા જ તમામ પક્ષોએ પ્રચાર માટે પોતાની તાકાત લગાવી દીધી છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)બે દિવસીય સુરતની મુલાકાતે છે. કેજરીવાલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની પાર્ટીની જીતનો દાવો કર્યો છે. તેમણે લેખિતમાં દાવો કર્યો હતો કે તેમની પાર્ટી જંગી બહુમતી સાથે ગુજરાતમાં સત્તા પર આવશે.કેજરીવાલ પણ સુરત જંગમાં કુદી પડ્યાં છે. તેઓ પણ રાત્રિ રોકાણ કરવાના છે. આજે કેજરીવાલ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, ગુજરાતમાં આપની સરકાર બને છે અને અમારો લેખિતમાં દાવો છે.અમે જૂની પેન્શન યોજના લાગુ કરીશું.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ પથ્થરબાજી શરૂ કરી દીધી છે. લીબાયતમાં ભાજપના લોકોએ કાર્યકરોને છુરા બાજી કરી હતી, ગાડી ચઢાવવાનો પણ પ્રયાસ કર્યા છે. ત્યારે મારે કહેવાનું થાય છે કે ગુજરાતની જનતા પર હુમલો કરવાનું બંધ કરો. છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે જેથી આ વખતે અમારા આવવાથી તેઓ બોખલાઈ ગયા છે. બધા લોકો ભાજપ છોડી આપને સમર્થન આપી રહ્યા છે. કોંગ્રેસને વોટર મળી રહ્યા નથી.

કેજરીવાલે લેખિતમાં કહ્યું ‘અમારી સરકાર બનશે’
અરવિંદ કેજરીવાલે સુરતમાં મીડિયાને સંબોધતા કહ્યું કે, મારી ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે. 2014માં મેં કહેલું કે કોંગ્રેસને કોઈ સીટ દિલ્હીમાં નહી મળે. એ વખતે મારી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી. આ વખતે પણ હું કહું છું કે, ગુજરાતમાં આપની સરકાર બની રહી છે. લોકો અત્યારે ભાજપથી ડર અનુભવે છે.કોંગ્રેસ આ વખતે ચિત્રમાં જ નથી. અમે સરકારી કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીશું અને સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરીશું

આપ થતાં હુમલા અંગે ગોપાલ ઈટાલિયા અને કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી.
આપ થતાં હુમલા અંગે ગોપાલ ઈટાલિયા અને કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી.

31 જાન્યુઆરી સુધી જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પંજાબની અંદર તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે. ત્યારે તરત જ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે. હું અન્ય કોન્ટ્રાક્ટ ઉપરના કર્મચારીઓને પણ આશ્વાસન આપું છું કે, તમારા જે પડતર પ્રશ્નો છે તેનો ઉકેલ લાવીશ.


શું કહ્યું અરવિંદ કેજરીવાલે ?

અરવિંદ કેજરીવાલે પત્રકારોને સંબોધતા જણાવ્યુ કે, BJPનાં લોકો AAPનાં અનેક લોકો પર હુમલા કરે છે. ભાજપ ડરી ગઇ છે. 27 વર્ષમાં પહેલીવાર BJP આટલું બધું કેમ ડરી રહ્યું છે? તમે રસ્તા પર જઇને કોઇને પણ પૂછો કે, તમે કોને વોટ આપશો. તો સામેથી જવાબ આપશે AAP કે BJP. જે લોકો BJPને મત આપવાનું કહે છે, તેમની સાથે થોડીવાર વાત કરો તે પણ પાંચ મિનિટમાં કહેશે કે, મારો આખો મહોલ્લો AAP ને વોટ આપવાનો છે મારે પણ AAPને મત આપવો છે પરંતુ ડર લાગે છે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
તમને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર:આવતીકાલે જાહેર કરાશે લોકસભા ચૂંટણીની તારીખો, બપોરના 3 કલાકે યોજાશે પ્રેસ કોન્ફરન્સ

Sanskar Sojitra

વડોદરા/ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારએ રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ,મોડી રાતે વિધાનસભા અધ્યક્ષને ઈમેઇલ કર્યો

KalTak24 News Team

ગુજરાત આમ આદમી પાર્ટી(AAP)ને મોટો ઝટકો: આ બે દિગ્ગજ નેતાઓએ ચુંટણી પહેલાં આપ્યું રાજીનામું,એક ક્લિકમાં જાણો તમામ વિગત

KalTak24 News Team