KalTak 24 News
ગુજરાતપોલિટિક્સ

રાજકારણ/ આવતીકાલથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે,આવતીકાલે નેત્રંગ ખાતે સભા સંબોધશે,વાંચો સમગ્ર અહેવાલ

Arvind Kejriwal and bhagwant mann Gujarat Visit

Arvind Kejriwal Gujarat Visit: આગામી લોકસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો તૈયારીમાં જોડાઈ ગયા છે. ત્યારે આવતીકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) પ્રદેશના આગેવાનો સાથે લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠક કરવાના છે.આ પહેલા તેઓ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાના સમર્થનમાં બપોરે 1:00 વાગે નેત્રંગ ખાતે ખાતે સભા સંબોધશે.

શું હશે અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ?

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું 7 જાન્યુઆરીના રોજ બપોરના સમયે વડોદરા એરપોર્ટ પર આગમન થશે. અહીંથી તેઓ 1 વાગ્યે નેત્રંગમાં જનસભાને સંબોધશે. આ બાદ સાંજે 7 વાગ્યે તેઓ પ્રદેશ આગેવાનો સાથે મુલાકાત કરીને લોકસભાની ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે અને વડોદરામાં જ રાત્રિ રોકાણ કરશે.બાદ તેઓ 8 જાન્યુઆરીના રોજ સવારે 11:00 વાગે રાજપીપળા જેલમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુલાકાત લેશે. આ મુલાકાત બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.

વિગતવાર જોઈએ તો, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સભાની ખૂબ જ જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ અલગ-અલગ વિસ્તારમાં વિવિધ ગામોમાં સભાનો પ્રચાર કરી રહ્યા છે.

ત્યારે તેમણે વિશ્વાસ વયક્ત કર્યો હતો કે, ‘અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિશાળ જનસભા થવા જઈ રહી છે તેવી જનસભા ભાગ્યે જ આ વિસ્તારમાં થઈ હશે. તેમણે જણાવ્યું કે હાલ ચૈતરભાઈ વસાવા એક જનનાયક બનીને ઉભર્યા છે.

ભાજપના કુશાસનનો ભોગ બનનાર આ વિસ્તારના વંચિતો, દલિતો અને આદિવાસીઓ આજે ચૈતરભાઈ વસાવાને એક આશાની નજરે જોઈ રહ્યા છે. આ જનસભા ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જનસભાના રૂપમાં યાદ રહેશે.’

 

Group 69

 

 

Related posts

અમરેલીના 9 યુવા વિદ્યાર્થીઓ 21મીએ એક દિવસ માટે બનશે ગુજરાત ના ‘નાયક’

KalTak24 News Team

સુરત : એસટી બસની અડફટે મોપેડ સવાર યુવાનું મોત નીપજ્યું,, જુઓ હૃદય કંપાવી નાંખે તેવા સીસીટીવી વીડિયો

KalTak24 News Team

રાજ્ય સરકારના મંત્રીઓને અંગત સચિવ અને અંગત મદદનીશની કરવામાં આવી ફાળવણી, જુઓ લીસ્ટ

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા