September 21, 2024
KalTak 24 News
GujaratBharat

પત્રકારત્વ ક્ષેત્રે દેશના પ્રતિષ્ઠિત રામનાથ ગોએન્કા એવોર્ડની જાહેરાત,BBCના ગુજરાતી પત્રકાર તેજસ વૈદ્ય પણ એવોર્ડથી સન્માનિત;જાણો કોને-કોને મળ્યાં

Journalist Awards

Ramnath Goenka Award: પત્રકારત્વ ક્ષેત્રે ‘રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ’ એ ઉત્કૃષ્ટ સન્માન છે. આ સન્માનની ચર્ચા પત્રકાર જગતમાં ખૂબ થાય છે. આ સન્માન આપનારી સંસ્થા ‘રામનાથ ગોએન્કા મેમોરિઅલ ફાઉન્ડેશન’ છે અને તેની શરૂઆત રામનાથ ગોએન્કાના શતાબ્દી વર્ષ દરમિયાન થઈ હતી. જેમના નામે આ સન્માન આપવામાં આવે છે તેઓ ભારતીય પત્રકાર જગતનું પ્રતિષ્ઠિત નામ છે.ત્યારે આ વર્ષે આ એવોર્ડ સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમના હસ્તે ગુજરાતી પત્રકાર તેજસ વૈદ્યને પ્રતિષ્ઠિત રામનાથ ગોએન્કા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ગુજરાતી પત્રકાર તેજસ વૈદ્યને આ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો

1991માં રામનાથ ગોએન્કાનું અવસાન થયું અને તેમની સ્મૃતિમાં 2005માં આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી અને ત્યારથી દર વર્ષે એવોર્ડમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પત્રકારત્વને સન્માનાય છે.ત્યારે આ વર્ષે બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્યને આ ઍવૉર્ડ બિલકીસબાનોના ગામ રણધીકપુરમાંથી થઈ રહેલા મુસ્લિમોના પલાયન પર કરેલા અહેવાલ પર મળ્યો છે.જયારે બિલકીસબાનોના 11 દોષિતોને જેલમાથી છોડવામા આવ્યા ત્યાર પછી તેજસ વૈદ્યે બીબીસીના કૅમેરામૅન અને વીડિયો ઍડિટર પવન જયસ્વાલ સાથે બિલકીસબાનોના ગામ રણધીકપુરમાં જઈને ત્યાંના મુસ્લિમો દ્વારા ભયને કારણે થતા પલાયન પર એક વિસ્તૃત અહેવાલ 25 ઓગસ્ટ 2022નાં રોજ કર્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર

પત્રકારત્વ ક્ષેત્રે દેશના પ્રતિષ્ઠિત એવોર્ડ રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા. તેમણે રામનાથ ગોએન્કા એવોર્ડ જીતનારા પત્રકારોને અભિનંદન પાઠવ્યા હતા અને સ્વાતંત્ર્ય સેનાની રામનાથ ગોએન્કાનો ઉલ્લેખ કરતા એક જૂનો પ્રસંગ યાદ કર્યો હતો. જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર પર ઘણા પ્રકારના અડચણો નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

લોકશાહીમાં મહત્વનું પત્રકારત્વ

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આપણી લોકશાહી ચાર સ્તંભ પર ઊભી છે, જેમાં વિધાયિકા, ન્યાયતંત્ર, વહીવટી તંત્ર સિવાય મીડિયાની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. નીતિન ગડકરીએ એ સમયનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે એક્સપ્રેસ ન નીકળે તેના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને હડતાળ પાડવાની યોજના હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રામનાથ ગોએન્કા ક્યારેય ઝુક્યા નહીં કે અટક્યા નહીં.

આ કાર્યક્રમમાં 2021 અને 2022માં રિપોર્ટિંગ કરવામાં આવેલી ન્યૂઝ સ્ટોરી માટે પત્રકારોને આ પુરસ્કારો આપવામાં આવ્યા છે. આ તે સમયગાળો હતો જ્યારે દેશ કોરોના મહામારીમાંથી રિકવર થઇ રહ્યું હતું. રામનાથ ગોએન્કા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા આ એવોર્ડમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ, સ્પોર્ટ્સ, પોલિટિક્સ અને ગવર્નન્સ, પુસ્તક, ફીચર રાઇટિંગ અને પ્રાદેશિક ભાષાઓ સહિત 13 કેટેગરીમાં પ્રિન્ટ, ડિજિટલ અને બ્રોડકાસ્ટ એમ બંને પ્રકારના ઉત્કૃષ્ટ યોગદાન માટે સર્વશ્રેષ્ઠ પત્રકારત્વને આ સમ્માન આપવામાં આવ્યું છે.

 

કોને મળ્યો એવોર્ડ?

  • આ વખતે વંદના મેનન, ધ પ્રિન્ટ અને રાજ ચેંગપ્પા, ઈન્ડિયા ટુડેને ફીચર રાઈટિંગમાં સન્માનિત કરવામાં આવ્યા છે.
  • આ વખતે જોઆના સ્લેટર અને નિહા મસીહ, ધ વોશિંગ્ટન પોસ્ટ, ફોરેન કોરસપોન્ડન્ટ કવરિંગ ઈન્ડિયામાં સન્માનિત થયા છે.
  • આ વખતે ગુરિન્દર ઓસન, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને અભિનવ સાહા, ધ ઈન્ડિયન એક્સપ્રેસને ફોટો જર્નાલિઝમમાં સન્માનિત કરવામાં આવ્યા છે.
  • આ વખતે સ્પોર્ટ્સ જર્નાલિઝમમાં મહેન્દ્ર સિંહ મનરલ અને મિહિર વસાવડા, ધ ઈન્ડિયન એક્સપ્રેસનું સન્માન કરવામાં આવ્યું છે. તેમના સિવાય એન્ડ્રુ એમેસન, ધ ઈન્ડિયન એક્સપ્રેસને પણ એવોર્ડ મળ્યો છે.
  • આ વખતે આ એવોર્ડ રિતિકા ચોપરા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ અને પ્રજ્વલ બિષ્ટ, ધ ન્યૂઝ મિનિટ ઇન રિપોર્ટિંગ ઓન ગવર્નમેન્ટ એન્ડ પોલિટિક્સને આપવામાં આવ્યો છે.
  • દેવેશ કુમાર, અરુણ ગોડેન, લોકસત્તા અને ઝોયા હુસૈન અને હીરા રિઝવાન, TRT વર્લ્ડને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા છે.
  • આદિત્ય કાલરા અને સ્ટીવ સ્ટેકલો, રોઈટર્સ અને ત્વેશ મિશ્રા, ધ ઈકોનોમિક ટાઈમ્સને બિઝનેસ અને ઈકોનોમિક જર્નાલિઝમ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા છે.
  • જયશ્રી નંદી, હિન્દુસ્તાન ટાઈમ્સ, આયુષ તિવારી અને બસંત કુમાર, ન્યૂઝલોન્ડ્રીને પર્યાવરણ અને વિજ્ઞાન-ટેક્નોલોજી રિપોર્ટિંગ શ્રેણીમાં સન્માનિત કરવામાં આવ્યા છે.
  • મોનિકા ઝા, FiftyTwo.in, રૂપસા ચક્રવર્તી, ધ ઇન્ડિયન એક્સપ્રેસને અનકવરિંગ ઇનવિઝિબલ ઇન્ડિયા કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા છે.
  • આ વખતે પ્રાદેશિક ભાષામાં શબિથા એમકે, માતૃભૂમિ દૈનિક અને આનંદ મધુસુધન સોવડી, કન્નડ પ્રભા દૈનિકને સન્માનિત કરવામાં આવ્યા છે.
  • કીર્તિ દુબે અને આનંદ ચૌધરીને પ્રિન્ટ કેટેગરીમાં રોમનાથ ગોએન્કા એવોર્ડ આપવામાં આવ્યો છે.

 

Group 69

 

 

Related posts

એક પત્રકારે પ્રમુખસ્વામી મહારાજ નગર ની મુલાકાત બાદ પોતાનો અનુભવ કર્યો શેર! – શતાબ્દી મહોત્સવ વિશે શું કહયું ?

Sanskar Sojitra

PM મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી શકે છે, ગુજરાત માં 5 દિવસમાં 12થી વધુ જનસભાને સંબોધશે

KalTak24 News Team

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રાજકોટમાં એક સાથે 75 હજારથી વધુ લોકોએ હનુમંત જન્મોત્સવની કરી ઉજવણી..

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી