KalTak 24 News
રાષ્ટ્રીય

Bharat Ratna/ ભૂતપૂર્વ PM ચૌધરી ચરણ સિંહ,પીવી નરસિમ્હા રાવ અને કૃષિ વૈજ્ઞાનિક ડો.એમએસ સ્વામીનાથનને મળશે ભારતરત્ન,PM મોદીએ જાહેરાત કરી

Bharat Ratan
  • PM મોદીએ ટ્વિટ કરી વધુ ત્રણ લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત
  • ચૌધરી ચરણ સિંહ અને પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાની જાહેરાત
  • એમએસ સ્વામીનાથનને સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની  જાહેરાત

Bharat Ratna Award: કેન્દ્ર સરકારે પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ પોતે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.

ચૌધરી ચરણ સિંહજીને ભારત રત્ન

ચૌધરી ચરણ સિંહજીને યાદ કરતાં પીએમ મોદીએ પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, ‘આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઈમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઈમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી છે.

વાસ્તવમાં આરએલડી પ્રમુખ જયંત સિંહના દાદા અને ખેડૂતોના મસીહા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી.

કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવજીને ભારત રત્ન

કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરતા પીએમ મોદીએ લખ્યું કે ‘એ જણાવતા ખુશી થઈ રહી છે કે આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી  પીવી નરસિંહા રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજનેતા તરીકે, નરસિંહા રાવે વિવિધ પદો પર રહીને શાનદાર રીતે ભારતની સેવા કરી છે. તેમણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી, અને અનેક વર્ષો સુધી સંસદ તથા વિધાનસભા સભ્ય ત રીકે કરેલા કાર્યો માટે સમાન રીતે યાદ કરવામાં આવે છે. તેમનું દુરંદર્શી નેતૃત્વ ભારતને આર્થિક રીતે ઉન્નત બનાવવા, દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે એક નક્કર પાયો રાખવામાં મદદરૂપ હતો.’

PM મોદીએ આગળ લખ્યું, ‘વડાપ્રધાન તરીકે નરસિમ્હા રાવજીનો કાર્યકાળ મહત્વપૂર્ણ પગલાં લેવા માટે જાણીતો છે જેણે ભારતને વૈશ્વિક બજારોમાં ખોલ્યું, જેનાથી આર્થિક વૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન મળ્યું. તદુપરાંત, ભારતની વિદેશ નીતિ, ભાષા અને શિક્ષણ ક્ષેત્રોમાં તેમનું યોગદાન એક નેતા તરીકેના તેમના બહુપક્ષીય વારસાને રેખાંકિત કરે છે જેમણે માત્ર નોંધપાત્ર ફેરફારો દ્વારા ભારતનું નેતૃત્વ કર્યું જ નહીં પરંતુ તેના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાને પણ સમૃદ્ધ બનાવ્યું.’

પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો એમએસ સ્વામીનાથનજી ભારત રત્ન

પીએમ મોદીએ લખ્યું, “આ ખૂબ જ આનંદની વાત છે કે ભારત સરકાર આપણા દેશમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ડૉ. એમ.એસ. સ્વામીનાથનજીને ભારત રત્નથી સન્માનિત કરી રહી છે. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ભારતીય કૃષિના આધુનિકીકરણ તરફ ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા હતા. અમે એક સંશોધક અને માર્ગદર્શક તરીકે અને ઘણાં વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહિત કરવામાં તેમના અમૂલ્ય કાર્યને પણ ઓળખીએ છીએ. ડૉ. સ્વામીનાથનના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વએ માત્ર ભારતીય કૃષિમાં જ પરિવર્તન કર્યું નથી પરંતુ દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરી છે. તે એવી વ્યક્તિ હતી જેને હું નજીકથી જાણતો હતો અને હું હંમેશાં તેમની આંતરદૃષ્ટિ અને ઇનપુટની કદર કરતો હતો.

 

 

Group 69

 

 

Related posts

ચૂંટણી પંચની આજે મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ: ગુજરાત,હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી શક્યતા

KalTak24 News Team

BREAKING NEWS: Bahujan Samaj Partyની બેઠકમાં સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત,ભત્રીજા આકાશ આનંદને સોંપ્યો વારસો

KalTak24 News Team

પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યાં બનશે ભવ્ય હરિમંદિર,પાંચ એકર જમીન ખેડુતોએ સંપ્રદાયને દાનમા આપી દીધી

Sanskar Sojitra
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા