June 25, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ એરપોર્ટ ઓથોરિટીનાં અધિકારીનું હાર્ટ એટેકથી મોત,બીપી અને કોલેસ્ટ્રોલની બીમારીથી હતા પીડિત

Surat Heart attack died

Surat News: સુરત એરપોર્ટ ઓથોરિટીમાં સિનિયર સુપ્રિટેન્ડેન્ટ હોટલની રૂમમાં બેભાન મળી આવ્યા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા છે. તેઓનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવી શકશે.

મળતી માહિતી મુજબ, મૂળ અમદાવાદના વતની મોલિન્સ મનુભાઈ ક્રિશ્ચિયન હાલમાં એરપોર્ટ ઓથોરિટીમાં સિનિયર સુપ્રિટેન્ડન્ટ એમ્બુલિફટ ઓપરેટર તરીકે કામ કરતા હતા. તેઓનો પરિવાર અમદાવાદ ખાતે રહે છે. સુરતમાં તેઓ હોટેલમાં રહીને ફરજ બજાવતા હતા. આજે તેઓ હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જે બાદ તેઓને હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

અધિકારીને તેના ડુમસ નિવાસ્થાન ખાતે એટેક આવ્યો હતો. આગાઉ પણ છાતીમાં દુખાવો થયો હતો. મૃતક ને BP કોલેસ્ટ્રોલની બીમારી હતી. મોતનું કારણ જાણવા મૃતકનું PM કરવામાં આવ્યું છે.ગત 24 નવેમ્બરના રોજ મોલિન્સની અમદાવાદથી સુરત એરપોર્ટ ખાતે બદલી થઈ હતી. ત્યારથી મોલિન્સ હોટલમાં રહીને નોકરી કરી રહ્યા હતા. એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

હાર્ટ એટેક શું છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને ‘મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન’ કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.

યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?

આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.

 

 

Group 69

 

 

Related posts

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી,કોને ક્યાંથી મળી વિધાનસભાની ટિકિટ ?

Sanskar Sojitra

BREAKING NEWS: સુરતમાં નેશનલ હાઈવે પર એકસાથે 10 વાહનોનો અકસ્માત, અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત

KalTak24 News Team

રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાનો વધુ એક કિસ્સો,અમદાવાદના હર્ષ સંઘવીનું હાર્ટ એટેકથી મોત,પરિવાર સાથે રાજસ્થાન યાત્રાએ ગયા હતા

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા