Nadiad Highway Accident: દિવસેને દિવસે અકસ્માતોની ઘટના વધી જાય છે. જયારે આજરોજ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે.એક્સપ્રેસ વે પર ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં કારમાં સવાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. નડિયાદ પાસે બપોરનાં સુમારે ટ્રેલરની પાછળ કા ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં 10 લોકોનાં મૃત્યું થતા પરિવારજનોમાં રોકકળ મચી જવા પામી હતી.પોલીસ દ્વારા 7 મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 3ની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. મૃતકો વડોદરા, અમદાવાદ, વલસાડ, નડિયાદ, મુંબઈ અને રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પર પહોંચવા લાગતા હોસ્પિટલ પરિસરમાં આક્રંદ છવાયો હતો.
ટેન્કર પાછળ કાર ધડાકાભેર ઘૂસી
અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઊઠી હતી.ટેન્કર પાછળ જે કાર ઘૂસી ગઈ એમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનાં પણ મોત નીપજતાં કુલ મૃત્યુઆંક 10 થયો છે.
8 લોકોના ઘટનાસ્થળે જ મોત
આ ખતરનાક અકસ્માત અંગે પ્રત્યક્ષદર્શી મુકેશભાઈ વાઘેલાએ ક્હ્યું હતું કે, તેઓ જ્યારે હાઈવે નજીક હતા ત્યારે જોરદાર અવાજ સંભળાતા દોડી આવ્યા હતા. અહીં આવીને જોયું તો એક ટેન્કરની પાછળ અર્ટિંગા ઘૂસી ગઈ હતી.અમે ક્રેઈન બોલાવી ગાડી બહાર કાઢી. કારમાંથી 10 લોકોને બહાર કાઢ્યા. જેમાં 8 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને સારવાર માટે ખસેડ્યા હતા જેઓના પણ સારવાર દરમિયાન મોત થયા હોવાની માહિતી મળી છે. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કારના નંબર અને આધારકાર્ડની વિગતના આધારે તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત કાર અમદાવાદ પાસિંગની છે તેનો નંબર GJ27 EC 2578 છે.
ટેન્કરમાં ખામી સર્જાતાં રોડની સાઈડમાં ઊભું હતું- એસપી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતાં ખેડા જિલ્લા પોલીસવડા અને કલેકટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ કહ્યું હતું કે ટેન્કરમાં ખામી સર્જાઈ હોવાના કારણે રસ્તાની સાઈડમાં ઊભું હતું. ત્યારે વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી અર્ટિગા કાર પાછળથી અથડાઈ હતી. અકસ્માતમાં 8 લોકોનાં ઘટનાસ્થળ પર મોત થયાં છે, જ્યારે બે લોકોનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. ટેન્કર પુણેથી જમ્મુ જઈ રહ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube