December 6, 2024
KalTak 24 News
Gujarat

બે વર્ષ બાદ સુરત ખાતે સમસ્ત સનાળીયા ગામ નું સોળમું સ્નેહમિલન યોજાયું,વાંચો સમગ્ર વિગતો

સુરત : અમરેલી, લીલીયા તાલુકાના સનાળીયા ગામનું સોળમા સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ સ્નેહમિલન નું આયોજન થયું હોવાથી લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સનાળિયા ગામે નવી પહેલ કરી કે નારી શક્તિ, સમાજ શક્તિ અને યુવા શક્તિ આ ત્રણેય સાથે દિપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે વડીલો,યુવાન ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સમગ્ર અમરેલી જિલ્લા નુ ગૌરવ અને સનાળિયા ગામનુ ગૌરવ એશિયાના સૌથી મોટી ફર્ટીલાઈઝર કંપની ઇફ્કો ના ડાયરેક્ટર પદે શ્રી ભાવેશભાઈ રાદડિયા નુ સમસ્ત સનાળિયા ગામ દ્રારા મોમેન્ટો આપી સન્માન કર્યું હતું અને ગામના અન્ય સમાજ શ્રેષ્ઠી શ્રી હસમુખ ભાઈ હિરપરા અને શ્રી અરવિંદભાઈ પાંચાણી નું પણ સન્માન કર્યું હતું. સાવલિયા પરિવાર, હિરપરા પરિવાર,પાનસુરીયા પરિવાર થતા કોળી સમાજ પરિવાર દ્વારા ભાવેશભાઈ રાદડિયા નું સન્માન કર્યું હતું.

આ સ્નેહમિલન માં ઉદ્દબોદનમાં ભાવેશભાઈ રાદડિયા જણાવ્યું કે,એક નાના એવા ગામ નો છોકરો આજે એશિયા ની સૌથી મોટી ફર્ટીલાઈઝર કંપની ઇફ્કો ના ડાયરેક્ટર બનતા સમગ્ર ગામ ની હર્ષ લાગણી અનુભવે છે,વધુમાં જણાવતા ઇફકો દ્વારા થોડા દિવસો પહેલા યુરિયા ખાતર નું લીકવીડ બહાર પાડ્યું છે જેમાં પૈસા અને જમીન ની ફળદ્રુપતા જળવાય રહે એ રીતે બનાવવા માં આવ્યું છે, સનાળીયા ગામ અને સમગ્ર અમરેલી જિલ્લા ના લોકો ને ખેતી માં આગળ વધે એ માટે હરહંમેશ કાર્ય કરતા રહેશે.

આ સ્નેહમીલન માં દરેક ને ઉપયોગી રહે તે માટે બિઝનેસ સ્ટોલ પર મુકવામાં આવ્યા હતા, ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર સ્નેહમિલન ની સ્ટેજ સંચાલન સંસ્કાર સોજીત્રા અને કૃષાલી સોજીત્રા દ્વારા સંચાલન કર્યું હતું.આ સમગ્ર આયોજન યુવાનો દ્વારા સારી રીતે પૂર્ણ કર્યું હતું.

સંસ્કાર સોજીત્રા (રિપોર્ટર,સુરત)

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related posts

સુરતમાં સિટી બસની મુસાફરી કરવા ચૂકવવા પડશે વધુ રૂપિયા,BRTS અને સીટીબસના ભાડામાં કર્યો વધારો,નવો ભાવ આજથીલાગુ..

KalTak24 News Team

સુરતમાં બીજા માળેથી લિફ્ટ તૂટતાં એક યુવાનનું મોત, આઠ ઘાયલ

KalTak24 News Team

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે

KalTak24 News Team
advertisement