September 21, 2024
KalTak 24 News
Entrainment

કોમેડિયન પરાગ કંસારાનું નિધન,સુનીલ પાલે વીડિયો શેર કરી દુ:ખ વ્યક્ત કર્યું

parag kansara
  • હાસ્ય જગતમાં પરાગના નિધનથી વધુ એક ખોટ પડી છે
  • પરાગ કંસારા ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનમાં સ્પર્ધક
  • વડોદરાના પરાગ કંસારાની નિધન થતા કોમેડિયન સુનીલ પાલે વીડિયો શેર કર્યો 

રાજુ શ્રી વાસ્તવબાદ આજે ફરી એક કોમેડિયને અલવિદા કહ્યું છે. ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જના કોમેડિયન પરાગ કંસારાનું આજે દુખદ અવસાન થયું છે., સુનીલ પાલે ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનના કન્ટેસ્ટન્ટ ગુજરાતી એક્ટર પરાગ કંસારા (Parag Kansara)નું નિધન થઈ ગયું છે. તેમના મિત્ર અને ફેમસ કોમેડિયન સુનીલ પાલ (Sunil Pal)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ જાણકારી આપી છે.

પરાગને યાદ કરીને ભાવુક થયો સુનીલ પાલ

કોમેડિયનના નિધન પર હાસ્ય કલાકાર સુનીલ પાલે દુઃખ વ્યક્ત કર્યું છે. સુનીલ પાલે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે ભાવુક જોવા મળી રહ્યા છે. તેમને જણાવ્યું કે, મિત્રો, નમસ્કાર, એક અન્ય દુઃખદ ઘટનાનાં સમાચાર તમારી સામે લઈને આવ્યો છું. કોમેડી ઈન્ડસ્ટ્રીમાંથી અમારા લાફટ ચેલેન્જના સાથી પરાગ કનસારાજી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ દરેક વાતને ઊંધું વિચારો કહીને આપણને હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં નથી રહ્યા. ખબર નહીં કોમડીની દુનિયાને કોની નજર લાગી ગઈ છે. થોડા દિવસ પહેલા જ રાજુ શ્રીવાસ્તવે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. એક પછી એક કોમેડી લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. સુનીલ પાલે દીપેશ ભાનને પણ આ વીડિયોમાં યાદ કર્યો.

ગુજરાતના રહેવાસી હતા પરાગ કનસારા

પરાગ ગુજરાતના વડોદરાના રહેવાસી હતા. તેઓ લાંબા સમયથી ટીવી અને કોમેડી શોથી દૂર હતા. પરાગ ટીવીનો સુપરહિટ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ (Great Indian Laughter Challenge)માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળ્યા હતા. આ શો ભારતીય ટેલિવિઝનનો પહેલો એવો શો હતો જેને સ્ટેન્ડઅપ કોમેડિયન્સને એક મોટું મંચ પ્રદાન કર્યું હતું. આ શોએ નવા નવા કોમેડિયન્સને પોતાની ઓળખ બનાવવાની તક પણ આપી હતી. પરાગને આ શોથી ઘેર ઘેર ઓળખ મળી હતી.

ગુજરાતના બરોડાના રહેવાસી હતા પરાગ કંસારા

પરાગ ગુજરાતના વડોદરાના રહેવાસી હતા. તેઓ લાંબા સમયથી ટીવી અને કોમેડી શોથી દૂર હતાા. પરાગ ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ(Great Indian Laughter Challenge)માં સ્પર્ધક તરીકે દેખાતા હતા. આ શો ભારતીય ટેલિવિઝન નો પહેલો એવો શો હતો જેણે સ્ટેન્ડઅપ કોમેડિયન્સને એક મોટો મંચ આપવાનુ કામ કર્યુ હતુ. આ શો નવા-નવા કોમેડિયન્સને પોતાની ઓળખ બનાવવાની તક પણ આપી હતી. પરાગને આ શો દ્વારા ઘર-ઘરમાં ઓળખ મળી હતી.

લાફ્ટ ચેલેન્જની પહેલી સિઝનમાં કન્ટેસ્ટન્ટ હતા

પરાગ કંસારા ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટ ચેલેન્જ’ની પહેલી સિઝનના કન્ટેસ્ટન્ટ હતા. જો કે, તેઓ વિજેતા નહોતા બની શક્યા પરંતુ તેમની કોમેડી દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ શો સિવાય કોમેડીના અન્ય શો (Comedy Ka King Kaun)માં પણ જોવા મળ્યા છે. જો કે, છેલ્લા ઘણા વર્ષોથી પરાગ કોઈ કોમેડી શોમાં જોવા મળ્યો નહોતો. વર્ષ 2011માં પરાગને ટ્રાફિક નિયમ તોડવા માટે એક વર્ષની જેલ પણ થઈ હતી.

પરાગ કંસારાની છેલ્લી પોસ્ટઃ ‘શાયદ હમ ભી જીત જાતે…ફીર સે હમ હાર ગયે’
રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ પરાગ કંસારાએ 22 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર તેમને છેલ્લી પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હર જગહ ટાઇમ સે પહેલે પહોંચના જીનકી ખાસિયત રહી હૈ, આજ ફીર સે સાબિત કર દિયા એન્ડ પહોંચ ગયે..,હમ સે પહેલે… થોડે દિન…મહિને…સાલ..લેટ હો જાતે…તો શાયદ હમ ભી જીત જાતે…ફીર સે હમ હાર ગયે.. મીસ યુ રાજુભાઈ…

 

રાજુ શ્રીવાસ્તવના નિધન પર પરાગ કંસારાએ પ્રતિક્રિયા આપી હતી
તાજેતરમાં જ કોમેડિયન કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધન પર પરાગ કંસારાએ તેમને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. પરાગ કંસારાએ કહ્યું હતું કે તેઓ મારા તો સાથી કલાકાર હતા. 2005માં લાફ્ટર ચેલેન્જ કાર્યક્રમ શરૂ થયો ત્યારે તેઓ અમારી સાથે જ હતા. એકવાર છત્તીસગઢના કોરબામાં એક કાર્યક્રમ હતો. મારી સાથે નવીન પ્રભાકર, અહેસાન કુરેશી સહિતના નામી આર્ટિસ્ટ હતા. આયોજકોએ એક રૂમ ઓછો બુક કરતાં એ જાણીતા આર્ટિસ્ટે બૂમાબૂમ કરી મૂકી. તેને અલાયદો ઓરડો જ જોઇતો હતો.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

Aditya Gadhvi/ આદિત્ય ગઢવી પર મુકેશ અંબાણીએ ગાયું બર્થડે ગીત,મુકેશ અંબાણી કહ્યુંકે,”આદિત્ય બધા માટે ગાય છે, લાવો આપણે એના માટે ગાઇએ”

KalTak24 News Team

HAPPY BIRTHDAY/ 25 વર્ષ ની ઉંમરમાં 30 કરતાં પણ વધારે પ્રોજેક્ટ કરનારી શબ્દોની રાણી અને ગીતકાર છોકરી એટલે આપની દર્શિતા ઉપાધ્યાય…

Sanskar Sojitra

Cannes Film Festival 2024: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર દીપ્તિ સાધવાણીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કર્યું ડેબ્યુ, રેડ કાર્પેટ પર ઓરેન્જ ગાઉનમાં બતાવી ખૂબસૂરત અદાઓ,જુઓ તસવીરો

KalTak24 News Team