બિઝનેસ
Trending

સિમેન્ટ બિઝનેસમાં અદાણી ગ્રૂપની એન્ટ્રી, ACC અને અંબુજા કરી ટેકઓવર,દુનિયાની સૌથી મોટી સિમેન્ટ કંપનીને 81,361 કરોડમાં ખરીદી

ગૌતમ અદાણી હવે સિમેન્ટ ઉદ્યોગમાં ઉતર્યાં છે. ગૌતમ અદાણીની આગેવાનીવાળા અદાણી ગ્રુપે દુનિયાની સૌથી મોટી સિમેન્ટ કંપની હોલ્સિમ ઈન્ડીયાને 10.5 બિલિયન ડોલર (81,361 કરોડ) માં ખરીદવા સૌદો કર્યો છે. હકીકતમાં ભારતમાં અંબુજા અને એસીસી સિમેન્ટની પેરન્ટ કંપની હોલ્સિમ લિમિટેડ તેનો સિમેન્ટનો કારોબાર સમેટી રહી છે અને અદાણ ગ્રુપની ઈચ્છા હોલ્સિમનો ભારતીય સિમેન્ટ કારોબાર ખરીદવાની છે. અદાણી ગ્રુપ અને હોલ્સિમ વચ્ચે 10.5 બિલિયન ડોલરનો સોદો થયો છે.

હોલસીમ ગ્રુપ અંબુજા સિમેન્ટ્સમાં 63.19 ટકા હિસ્સો ધરાવે છે જે હવે અદાણી ગ્રુપની માલિકીની હશે. એ જ રીતે હોલસીમ ગ્રુપ પાસે ACCમાં 54.53 ટકા હિસ્સો હતો. આ સ્વિસ કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હતો.

JSWની જેમ અદાણી ગ્રુપે તાજેતરમાં સિમેન્ટ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. બંને આક્રમક રીતે સિમેન્ટ બિઝનેસનું વિસ્તરણ કરી રહ્યા છે. હાલમાં, આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક ભારતીય સિમેન્ટ માર્કેટમાં સૌથી મોટી કંપની છે. અલ્ટ્રાટેકની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 117 મિલિયન ટન છે. અંબુજા સિમેન્ટ અને ACC લિમિટેડની સંયુક્ત ક્ષમતા વાર્ષિક 66 મિલિયન ટન છે. એટલે કે હવે અદાણી ગ્રુપ ભારતીય સિમેન્ટ માર્કેટમાં સીધા બીજા નંબરે પહોંચી ગયું છે.

અંબુજા અને ACC એ ભારતમાં બે અગ્રણી સિમેન્ટ બ્રાન્ડ્સ છે. બંને કંપનીઓ પાસે 23 સિમેન્ટ પ્લાન્ટ, 14 ગ્રાઇન્ડીંગ સ્ટેશન, 80 રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ અને સમગ્ર ભારતમાં 50,000 થી વધુ ચેનલ પાર્ટનર્સ છે.

આ સ્વિસ કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હતો
હોલ્સિમ ગ્રુપ અંબુજા સિમેન્ટ્સમાં 63.19 ટકા હિસ્સો ધરાવે છે, જે હવે અદાણી ગ્રુપની માલિકીની હશે. એ જ રીતે હોલસીમ ગ્રુપ પાસે ACCમાં 54.53 ટકા હિસ્સો હતો. આ સ્વિસ કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હતો.

17 વર્ષથી ભારતમાં બિઝનેસ કરી રહી છે હોલ્સિયમ
ઉલ્લેખનીય છે કે હોલ્સિમ ગ્રુપની કંપનીઓ છેલ્લા 17 વર્ષથી ભારતમાં બિઝનેસ કરી રહી છે. હોલસિમની ભારતમાં ત્રણ મોટી બ્રાન્ડ છે, જેમાં અંબુજા સિમેન્ટ, એસીસી લિમિટેડ અને માયસિમનો સમાવેશ થાય છે. અંબુજા સિમેન્ટ, એસીસી લિમિટેડ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ છે. અંબુજા સિમેન્ટ્સની વેલ્યૂ ₹72,515 કરોડ છે, જેમાં હોલ્સિમ કંપનીના 63.19% હિસ્સો ધરાવે છે, જ્યારે એસીસીની માર્કેટ કેપ ₹42,148 કરોડ છે, જેમાંથી સ્વિસ કંપનીનો 54.53% હિસ્સો છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button