મનોરંજન
Trending

બોલિવુડ અભિનેતા KRKની ધરપકડ,જાણો શું છે મામલો

અભિનેતા અને ફિલ્મ ક્રિટિક કમલ આર ખાન (KRK) ફરી એકવાર ચર્ચામાં છે. મલાડ પોલીસે કેઆરકે(KRK)ની ધરપકડ કરી છે. વિવાદોમાં રહેલા કેઆરકે(KRK) વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધા છે.

KRKની શા માટે ધરપકડ કરવામાં આવી?
કમાલ આર ખાન(KRK) પોતાના એક ટ્વીટ(Tweet)ના કારણે મુશ્કેલીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેઆરકે(KRK) વિરુદ્ધ કાર્યવાહી એક વિવાદાસ્પદ ટ્વીટ(Tweet)ના કારણે કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે 2020ની સાલમાં તેમણે એક વિવાદાસ્પદ ટ્વિટ(Tweet) કરી હતી. મલાડ પોલીસે કમાલ આર ખાન(KRK)ને એરપોર્ટ પરથી અટકાયતમાં લીધા હતા અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. તેમની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ બાદ બોરીવલી કોર્ટ સમક્ષ હાજર કરાશે.

કેઆરકે(KRK) વિવાદાસ્પદ ટ્વીટ માટે જાણીતા

આ પહેલીવાર નથી કે જ્યારે કમાલ આર ખાન(KRK) પોતાની કોઈ ટ્વીટને કારણે મુશ્કેલીમાં હોય. તે અવારનવાર પોતાના વિવાદાસ્પદ ટ્વીટને કારણે ચર્ચામાં રહે છે. કમાલ આર ખાન બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સને ટાર્ગેટ બનાવતા રહે છે. તેમણે પોતાની ટ્વિટમાં સલમાન ખાન(Salman Khan) થી લઈને શાહરૂખ ખાન(Sharukh khan) સુધીના બોલિવૂડ સુપરસ્ટાર્સ વિશે ખરાબ વાત કરી છે.

કેઆરકે(KRK) આ પહેલા પણ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ચૂક્યા છે

તમને જણાવી દઈએ કે કેઆરકે(KRK) ભૂતકાળમાં પોતાના ટ્વીટ(Tweet)ને લઈને માનહાનિની ​​કાનૂની લડાઈમાં ફસાઈ ચૂક્યા છે. બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાને તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ખરેખર કેઆરકે(KRK)એ સલમાનની ફિલ્મ રાધેનો નેગેટિવ રિવ્યુ કર્યો હતો અને સાથે જ તેણે સલમાન પર પર્સનલ એટેક પણ કર્યો હતો. આ કારણસર સલમાને કેઆરકે સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કમાલ આર ખાને ઘણી હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ફિલ્મોનું નિર્માણ પણ કરે છે. કેઆરકેએ વર્ષ 2005માં ‘સિતમ’થી નિર્માતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઓછા બજેટની ઘણી ભોજપુરી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button