MahaKumbh Mela 2025: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશસ્વામી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભસ્વામી સહિત ધોલેરા, ગઢપુર, સાળંગપુર, જુનાગઢ અને અમદાવાદના સંતોએ તા.૨૫ જાન્યુઆરીને શનિવારના રોજ ષટતિલા એકાદશીના શુભદિને પ્રાત:કાળે પ્રયાગરાજ ખાતે ત્રિવેણીસંગમમા કુંભસ્નાન કર્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણદેશ વિભાગ ગાદીના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ પ્રયાગરાજ ખાતે પહોંચ્યા હતા. અને શનિવારે પ્રાત:કાળે ષટતિલા એકાદશીના શુભદિને પ્રયાગરાજના રાજમાર્ગો પર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે ત્રિવેણી સંગમે પહોંચી સંતો સાથે પવિત્ર સ્નાન કર્યું હતું.
આ કુંભ સ્નાનમાં વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશસ્વામી, શાસ્ત્રી.પૂ.માધવપ્રિયદાસજીસ્વામી, છારોડી ગુરૂકુળ, મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજીસ્વામી, પૂ.શ્યામસ્વામી સહિત સંપ્રદાયના સંતો જોડાયા હતા.
પૂ.આચાર્ય મહારાજ, ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી ડો.સંતસ્વામીએ જગતગુરૂ રામભદ્રાચાર્યજી મહારાજશ્રી તથા મહામંડલેશ્વર આચાર્ય અવધેશાનંદગીરીજી મહારાજ સાથે મુલાકાત કરી વિચાર ગોષ્ઠી કરી હતી. તેની પણ મુલાકાત લીધી હતી. સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજીએ પણ પ્રયાગરાજમાં કુંભસ્નાન કર્યું હતું.
![Advertisement](https://kaltak24news.com/wp-content/uploads/2024/10/400x150-300x65.jpg)
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube