વડોદરા(Vadodara): વડોદરા(Vadodara) શહેરના દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 6 લોકોના દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.
પ્રાથમિક માહિતી પ્રમાણે, છકડામાં સવાર થોડા લોકો પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. જ્યારે થોડા પોતાના ગામથી પાછા આવી રહ્યા હતા. હાલ આ લોકો કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ અને ફાયરની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી અને વધુ તપાસ હાથ ધરી છે.
ઇજાગ્રસ્તોની ચાલી રહી છે તપાસ
આ લોકો ગોલ્ડન ચોકડીથી છકડામાં બેસીને પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન આ મોટું કન્ટેઇનર રોંગ સાઇડ પરથી આવીને છકડાને અડફેટે લીધું હતુ. છકડામાં સવાર આ લોકો ક્યાંના છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ આ અંગે કોઇ માહિતી મળી રહી નથી કે આ મૃતકોના નામ શું છે કે, તેઓ ક્યાં જઇ રહ્યાં હતા અને ક્યાંના રહેવાસી છે.
રોંગ સાઇડથી આવતો હતો છકડો
સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતા સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી સામે રોંગ સાઇડથી આવી રહેલા 14 મુસાફરો સવાર છકડાને અડફેટે લીધો હતો. જેમાં છકડામાં સવાર 6 લોકોના મોત થયા છે. 4 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ગોઝારી ઘટનાને પગલે એરફોર્સ, પોલીસ અને ફાયર બ્રિગેડ સહિત સ્થાનિક લોકો બચાવ કામગીરી શરૂ કરી હતી. કન્ટેનર એરફોર્સની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયું હતું.
છકડામાં બેઠેલા ડ્રાઇવરે શું કહ્યુ?
છકડામાં સવાર મુસાફર નરેશભાઇએ અકસ્માત બાદ જણાવ્યુ કે, અમે કડિયાકામ કરીએ છીએ એટલે વાધોડિયાથી ગામડે ગયા હતા. ત્યાંથી સામાન લઇને પાછા આવીને કાપ પર જતા હતા. તે માટે અમે રિક્ષામાં બેઠા હતા. અમારી રિક્ષા બાજુમાં જ ચાલતી હતી. પણ કન્ટેઇનર રોંગ સાઇડ પરથી આવીને અથાડી દીધું. હું ડ્રાઇવરની બાજુમાં આગળ બેઠો હતો.
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ
કન્ટેનર અને છકડા વચ્ચે અકસ્માત થતાં નેશનલ હાઇવે નં-48 પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે વાહન ચાલકો અટવાઇ ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp