- ચૂંટણી પૂર્વે AAPએ વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા
- અગાઉ કુલ 41 ઉમેદવારોના નામ AAPએ કર્યા છે જાહેર
- AAPએ ગુજરાતમાં મિશન 2022નું બ્યુગલ ફૂંકી દીધું છે
સુરત(Surat): ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મહિનાઓ પહેલા ઉમેદવારોનુ લિસ્ટ બહાર પાડવાની આમ આદમી પાર્ટીએ નવો ચીલો ચાતર્યો છે. મતદારો ચૂંટણી પહેલા જ ઉમેદવારોને જાણે અને તેમને ઓળખ તે માટે આમ આદમી પાર્ટી ઉમેદવારોનું લિસ્ટ વહેલા જાહેર કરે છે. ત્યારે આમ આદમી પાર્ટી આજે પાંચમી ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. સુરતથી ગોપાલ ઇટાલિયા આપની પાંચમી યાદી જાહેર કરી છે. આજે 12 ઉમેદવારોના નામ જાહેર થયા છે.
જુઓ પત્રકાર પરિષદ LIVE:
12 ઉમેદવારોના નામ જાહેર
જેમાં ભુજ બેઠક પરથી રાજેશ પંડોરીયાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ઇડર બેઠક પર જયંતિ પ્રણામી, અમદાવાદની નિકોલ બેઠક પર અશોક ગજેરા, અમદાવાદની સાબરમતી બેઠક પર જશવંત ઠાકોર, ટંકારા બેઠક પર સંજય ભટાસણા, કોડીનાર બેઠક પર વાલજીભાઈ મકવાણા, મહુધા બેઠક પર રવજીભાઈ વાઘેલા, બાલાસિનોર બેઠક પર ઉદયસિંહ ચૌહાણ, મોરવા હડફ બેઠક પર બાનાભાઈ ડામોર, ઝાલોદ બેઠક પર અનિલ ગરાસિયા, ડેડીયાપાડા બેઠક પર ચૈતર વસાવા, તાપીની વ્યારા બેઠક પર બીપીન ચૌધરીને ટિકિટ આપી છે.
વહેલા ઉમેદવારો જાહેર કરવાનું કારણ
ગોપાલ ઈટાલિયાએ પહેલુ લિસ્ટ જાહેર કર્યુ હતું ત્યારે આ અંગેનું કારણ આપતા કહ્યું હતું કે, સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે પહેલી યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે. આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે. વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે. જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમદેવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp