December 6, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ પક્ષપલટો કરનાર નેતા ઊભી પૂંછડિયે ભાગ્યા! સુરતમાં ભુપત ભાયાણીને AAP નેતાએ પાર્ટી છોડવાનું કારણ પૂછતાં થઈ જોવા જેવી,VIDEO

Surat News: સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પક્ષ પલટો કરનારા ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વિડીયો વાયરલ થયો છે. કાપોદ્રા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ભૂપત ભાયાણી ત્યાં આવ્યા હતા. ત્યારે આપ પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટી છોડવાનું કારણ પૂછ્યું હતું પરંતુ તેઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા અને ત્યાંથી જતા રહ્યા હતા.

જુઓ VIDEO:

 

SMCના વિરોધ પક્ષના નેતાએ સવાલ કરતા ભુપત ભાયાણી ભાગ્યા

સુરત આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરમાં ટ્રાફિક જાગરુકતા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિરોધના પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી એમના સમર્થકો સાથે રોડ પર ઉભા રહીને ટ્રાફિક જાગૃતિ માટે અભિયાન ચલાવી રહ્યા હતા. એ જ દરમિયાન આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી એમને નજરે પડી ગયા હતા.

પાર્ટી છોડવાનું કારણ પૂછતા ન આપ્યો જવાબ

ધર્મેશભાઈ ભંડેરીએ ભુપતભાઈ ભાયાણીને આમ આદમી પાર્ટી છોડવાના પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા હતા. અનેક પ્રશ્નો બાદ ભુપતભાઈ ભાયાણી એ કોઈ પણ ચોક્કસ જવાબ એમને આપ્યો ના હતો. ખાલી એટલું જ કહ્યું હતું કે, પાર્ટી છોડવાના અનેક કારણો છે. વાયરલ વીડિયોમાં ધર્મેશભાઈ ભંડેરી ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી એમ પણ કહી રહ્યા છે કે, તેમની ટિકિટની ભલામણ ખુદ એમણે પોતે કરી હતી, તો પછી તમે પાર્ટી સાથે આવી ગદ્દારી કેમ કરી છે. આપ છોડી ભાજપમાં ગયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધર્મેશ ભંડેરીના જવાબ આપવાની જગ્યા ભાગવાનું જ સરળ સમજ્યું હતું. સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.

 

 

 

Related posts

નડિયાદમાં 78માં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો ત્રિરંગો;વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

KalTak24 News Team

સુરતમાં પતંગની દોરીએ 23 વર્ષીય યુવતીનો લીધો ભોગ,એક્ટિવા લઈને જઈ રહેલી યુવતીના ગળામાં દોરી આવી જતાં નીચે પટકાઈ,સારવાર મળે એ પહેલાં જ મોત

KalTak24 News Team

સાળંગપુરધામ ખાતે વિજયાદશમી (દશેરા) શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું રાજોપચાર પૂજન;જુઓ તસવીરો

Sanskar Sojitra
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News