ગુજરાતપોલિટિક્સ

AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે થયેલા કેસના વિરોધમાં તિરંગા યાત્રાનું આયોજન,પાટીદાર મુદ્દે ભાજપ સરકારને ઘેરી

સુરત(Surat): આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા(Gopal Italia)ના અત્યારે એકપછી એક વિવાદિત વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેના પરિણામે તે વધુને વધુ મુશ્કેલીમાં ફસાતા નજરે પડી રહ્યા છે. ક્યારેક તેમના મંદિર વિરોધી વીડિયો તો ક્યારેક નરેન્દ્ર મોદી પર વિવાદિત ટિપ્પણની જૂના વીડિયો સામે આવી રહ્યા છે. જોકે આ તમામ વિરોધ વચ્ચે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગોપાલ પાટીદાર હોવાથી તેને ટાર્ગેટ કરાઈ રહ્યો છે. તેવામાં સુરત ખાતે મનોજ સોરઠિયાની હાજરીમાં AAPએ ત્રિરંગા યાત્રા કાઢી હતી. જેમાં તેમણે ગોપાલ ઇટાલીયાને સાથ અને સમર્થન આપવાની ટકોર કરી હતી.

સુરત ખાતે તિરંગા યાત્રાનું આયોજન
ગોપાલ ઇટાલીયા(Gopal Italia)ને સપોર્ટ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં લોકોએ ગોપાલ ઇટાલીયા(Gopal Italia)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બીજી બાજુ ભાજપને પાટીદાર વિરોધી સરકારના બેનરો લઈને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલીયા અત્યારે વાઈરલ વીડિયોના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. તેવામાં આ વીડિયો વોરનો શું અંજામ આવશે એ જોવાજેવું રહેશે.

તિરંગા યાત્રામાં સમર્થન ઓછું મળ્યું
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા(Gopal Italia)ના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા તેના નિર્ધારિત સમય કરતા દોઢ કલાક બાદ શરૂ થઈ હતી. આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના સમર્થનમાં જાહેર કરેલા સ્થળ ઉપર માત્ર 30થી 40 કાર્યકર્તા એકત્રિત થયા હતા. શહેર સંગઠન દ્વારા તમામ કાર્યકર્તાઓને તિરંગા યાત્રામાં જોડાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હોવા છતાં પણ માત્ર કોર્પોરેટરો અને તેમના એક બે સમર્થકો દેખાયા હતા.

સુરત શહેરમાં જે વિસ્તારમાંથી સૌથી વધુ આમ આદમી પાર્ટીને મત તો મળ્યા છે, તે વિસ્તારમાં જાણે ગોપાલ ઇટાલીયાને કોઈ સમર્થન મળતું ન હોય તેવું દેખાયું છે. તિરંગા યાત્રા મનોજ સોરઠીયાના અધ્યક્ષ સ્થાને નીકળવાની હતી. સ્થળ ઉપર વધુ લોકો એકત્રિત ન થતા મનોજ સોરઠીયા પણ યાત્રામાં વિલમથી જોડાયા હતા. જે પાટીદાર ગઢના આધારે આમ આદમી પાર્ટી ઇલેક્શન લડવા નીકળી છે, ત્યાં જો માત્ર પ્રદેશ પ્રમુખ માટે દોઢસો બસો લોકો ભેગા થતા હોય તો એમના માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ઉપર ખોટા કેસ કર્યો યા હોવાને કારણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કામકાજનો દિવસ હોવાને કારણે લોકો ખૂબ ઓછી સંખ્યામાં જોડાયા છે. તાત્કાલિક તિરંગા યાત્રાનું આયોજન કર્યું હોવાથી કાર્યકર્તાઓની સંખ્યા પણ ઓછી દેખાય છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button