ગુજરાત
Trending

સુરત/ જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ પીઠ પર માર્યા 35 થપ્પડો !,ક્લાસના CCTV ફૂટેજ સામે આવ્યા,જુઓ VIDEO

Surat News: સુરતના પુણાગામની સાધના નિકેતન સ્કૂલની શિક્ષિકાએ સાડા 3 વર્ષની બાળકીને ક્રૂરતાપૂર્વક માર્યો માર, વાલીએ બાળકીના કપડા બદલતી વખતે શરીર પરના નિશાન વિશે પૂછતા સમગ્ર મામલો આવ્યો બહાર.

Surat News: સુરત શહેરની એક શાળામાં બાળકીને શિક્ષિકાએ બેરહેમીથી ફટકારી હોવાની ઘટના સામે આવી છે. સાડા ત્રણ વર્ષની બાળકીને માર મારવાની આ ઘટનાથી વિવાદ સર્જાયો છે. બાળકીને માર મારવાની ઘટના ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બાળકીના વાલીએ શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ કરતા શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ શિક્ષિકાને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરાયા છે.

આ ઘટના અંગે મળતી વિગત મુજબ, કાપોદ્રામાં કારગીલ ચોકમાં વિસ્તારમાં આવેલી સાધના નિકેતન શાળામાં જૂનિયર કેજીમાં ભણતી વિદ્યાર્થિનીએ શિક્ષિકાએ માર મારતા તેના માતા-પિતાને ફરિયાદ કરી હતી. જેમાં તેને માર માર્યા બાદ પડેલાં ઈજાના નિશાન પણ બતાવ્યા હતાં. આ સમગ્ર ઘટના ક્લાસરૂમમાં લાગેલાં CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.બાળકીને ભણાવતી વખતે શિક્ષિકાએ 35 લાફા ચોડી દીધા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે.

જુઓ CCTV વિડિયો:

 

બાળકીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, મારી પત્નીનો મને ફોન આવ્યો હતો કે, દીકરીને શાળાના શિક્ષકે માર માર્યો છે. તેની પીઠ પર માર માર્યાના લાલ ધબ્બા છે. એટલે હું સ્કૂલે પાછી જઉં છું. તેથી મેં એને કહ્યુ હતુ કે, તું જા હું પણ આવું છું. અમે ત્યાં પહોંચ્યા પણ શાળા બંધ થઇ ગઇ હતી. જે બાદ મેં પ્રિન્સિપલને મળીને આ અંગેની ફરિયાદ કરી હતી. તેમણે મને જવાબ આપ્યો હતો કે, હું સીસીટીવી ચેક કરી લઇશ. જે બાદ અમે પણ સીસીટીવી જોયા તેમાં શિક્ષકાએ 35 છાપટ મારી છે અને ગાલ પર બે લાફા માર્યા છે. એના ઉપર અમે કેસ કરવાના છે.

બાળકી જ્યારે ઘરે પહોંચી અને યુનિફોર્મ બદલતી હતી ત્યારે બાળકીની પીઠના ભાગે લાલ કલરના કેટલાક નિશાન ઉપજી ગયા હતા. જેથી બાળકીની માતાએ બાળકીને આ બાબતે પૂછતા શિક્ષિકા દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તેથી બાળકીની માતા તાત્કાલિક જ શાળાએ આવ્યા હતા અને શિક્ષકોને આ બાબતે જાણ કરી હતી. ત્યારબાદ શાળા દ્વારા સીસીટીવી કેમેરાની તપાસ કરતા શિક્ષિકા દ્વારા બાળકીને મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે આ ઘટનાને લઈને શિક્ષિકાની ભૂલ જણાતા શાળાના સંચાલકો દ્વારા તાત્કાલિક જ શિક્ષિકા પાસે રાજીનામું લખાવી લેવામાં આવ્યું હતું. તો બીજી તરફ આ ઘટનાની જાણ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને થતા તેમને પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના આદેશ બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દીપક દરજી તાત્કાલિક જ સાધના નિકેતન શાળાએ પહોંચ્યા હતા અને શાળાના આચાર્ય સાથે આ ઘટનાને લઈને વાતચીત કરી હતી અને શાળાને સૂચના આપવામાં આવી હતી કે શિક્ષકને ફરજમાંથી મોકૂફ કરવામાં આવે અને નાના બાળકોને હોમવર્કને લઈને આજે માર મારવાની ઘટના સામે આવી છે. તેવી ઘટના હવે ન બનવી જોઈએ તેવી કડક સૂચના પણ શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષણ અધિકારી દ્વારા અન્ય શાળાઓને પણ અપીલ કરવામાં આવી હતી કે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા તમામ પરિપત્ર શાળાઓએ વાંચવા જોઈએ અને આ પરિપત્રોનું પાલન કરાવવું. શિક્ષણ અધિકારી દ્વારા આ ઘટનાને દુઃખદ ગણાવવામાં આવી હતી.

‘આવું ચલાવી લેવામાં નહીં આવે’

શહેરના ડીઇઓ, ડો. દિપક દરજીએ મીડિયા સાથે આ અંગે ખાસ વાતચીત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ છે કે, અમે મેનેજમેન્ટ સાથે વાત કરીને જો શિક્ષિકા દોષમાં હશે તો તેમની સામે પગલા લેવામાં આવશે. શિક્ષિકાએ આવું કેમ કર્યું તે અંગે પણ તપાસ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ આવી કોઇપણ પ્રકારની વસ્તુ ચલાવશે નહીં અને ચલાવવા માંગતું પણ નથી.

બાળકી શાળાના જૂનિયર કેજીમાં અભ્યાસ કરે છે. જે બાળકી એ માત્ર હોમવર્ક કર્યું અને આવી સામાન્ય બાબતે શાળાની મહિલા શિક્ષિકા આ માસુમ બાળકી ઉપર તૂટી પડી હતી અને બાળકી જોડે બર્બરતા આચરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ સમગ્ર શિક્ષણ જગતમાં પણ ભારે ખલભલાટ મચી ગયો છે. માસુમ ત્રણ વર્ષની બાળકી જોડે આચરવામાં આવેલી બર્બરતા ને લઈ શાળાના મહિલા શિક્ષિકા સામે પણ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. જોકે આ ઘટનાને લઇ કાપોદ્રા પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે છે તે બાબત મહત્વની બની રહે છે. એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના કોઈ માસુમ જોડે ન બને તે માટે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરે છે કે કેમ તે એક સવાલ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા