Shri Kashtabhanjan Dada Photos: વિશ્વવિખ્યાત સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું મહત્ત્વનું છે કે, દાદાના આંગણે શાકોત્સવમાં લાખો ભક્તો રીંગણનું શાક, બાજરાના રોટલા, ખીચડી, લાડુ, રાયતા મરચાં, ગોળ અને છાસ પ્રસાદનો લ્હાવો ખુબ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો, શાકોત્સવ પ.પૂ. નૌતમસ્વામીના યજમાન પદે યોજાયો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવ્યુ હતું.
આચાર્ય મહારાજ ગાદી પર વિરાજિત થયા એ દિવસની વર્ષગાંઠ સાળંગપુર હનુમાનજી મંદિરમાં ઉજવવાનું નક્કી કર્યું તે અંતર્ગત આગામી 1 ફેબ્રુઆરી શનિવારના રોજ ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 300થી વધુ સંતો અને લાખો હરિભક્તો અહીં હાજર રહ્યા હતા. જેમાં સવારથી બપોરે 4 વાગ્યા સુધી મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું આ પછી વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંતવલ્લભ સ્વામી ભક્તોને કથાનું રસપાન કરાવ્યુ હતું. જે બાદ 5 વાગ્યાથી સંતોના આશીર્વાદ અને આચાર્ય મહારાજનું ભાવપૂજન થયું હતું.
આ અંગે નૌતમ સ્વામીએ જણાવ્યું કે, ગોપાળાનંદ સ્વામિની આજ્ઞાથી આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીએ પર વિરાજિત થયા એને 23મું વર્ષ શરૂ થાય છે. આચાર્ય મહારાજના લીધે વડતાલનો સતસંગ સમાજ, સંતો અને દરેક મંદિરો પ્રગતિ કરી રહ્યા છે. આચાર્ય મહારાજના હસ્તે સંપ્રદાય ખુબ હરણફાળ ગતિથી વિકાસ કરી રહ્યો છે. ભગવાનના આશીર્વાદથી સેંકડો સંતો તેમના હસ્તે દીક્ષિત થયા છે. આચાર્ય મહારાજને ગાદી પર વિરાજિત કરાયે એ દરેક નિર્ણય સાળંગપુર દાદાના સાનિધ્યમાં લેવાયા હતાં.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube