સુરત: વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સુરત ના જે.ડી ગાબાણી લાયબ્રેરી ખાતે “માતૃભાષા મહોત્સવ- મળી માતૃભાષા મને ગુજરાતી,આવું કરીએ માતૃભાષાનું મહિમાગાન” શિર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લોકોને ને “મારા હસ્તાક્ષર,મારી માતૃભાષા” અંતર્ગત ગુજરાતી ભાષામાં હસ્તાક્ષર કર્યા હતા..
આ કાર્યક્રમમાં કુ.વૃષ્ટિ વેકરીયા દ્વારા મા સરસ્વતીની વંદના કરવામાં આવી હતી અને કુ.આર્યા લુણાગરિયા અને કુ.દેસાઈ ધ્રુવી બાળવકતા દ્વારા માતૃભાષા વિશે વાત જણાવવી હતી.ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગુજરાતમાં અલગ અલગ 130 સ્થળો પર માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રથમ વખત સૌથી નાની વયની દીકરી કુ.ચાર્મી ગુણા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા ના પ્રેરકથી અને ડો.અંકિતા મુલાણીના સંયોજકથી કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ તરીકે શ્રી હાર્દિકભાઈ સભાડિયા(ASI IB),ડો.છગનભાઈ વાઘાણી,શ્રી દિલીપભાઈ વરસાણી અને મનીષભાઈ વઘાસિયા(માનસ કોચ) ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સુરત જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ધ્રુવિનભાઇ પટેલ તથા પીઆઈ શ્રી સંદીપભાઈ વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં કવિગણ શ્રી પ્રશાંત મૂંગરા,શ્રી પ્રશાંત સોમાણી અને શ્રી ગોપાલ દવે પોતાની કવિતાઓ જેવી કે, અંગ્રેજી દૂર ભાષા છે, ગુજરાતી દૂધભાષા છે, પ્રભાવશાળી છે, મળતાવડી છે અને વિસ્તૃત છે. ગુજરાતી તો ભરપૂર ભાષા છે, સાથે એમને જ લખેલી એક બીજી કવિતા ‘આ માણસ દિલદગડાઈ કરે છે. સાથે સાથે લોકસાહિત્યની વાતો દુહા છંદ ઝવેરચંદ મેઘાણીની અદભુત કવિતા ‘ચારણ કન્યા’ની રજૂઆત કરી.સાથે કવિ પ્રશાંત મૂંગરા કવિતા રજૂ કરતાં જણાવ્યું હતું કે,તો ખબર પડે,ભર ઉનાળે ભીંજાવ તો ખબર પડે,ચોમાસુ કોરું જાય ને, તો ખબર પડે. ભલે લઈ ને ફરો કેટલાય અરમાનો; એકાદુ જો એમાંથી તૂટે ને, તો ખબર પડે.
આનંદ સાથે ઉર્જા સાથે અને હળવી શૈલીની અંદર વક્તા દ્વારા આ રજૂઆત એ સમગ્ર જેડી ગાબાણી લાઇબ્રેરી હોલને મોજ કરાવી અને સરસ રીતે માતૃભાષા મહોત્સવ અને વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ સમગ્ર કાર્યક્રમ કવિતાઓથી સજાવી દીધું હતું.આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના ચાહક,વાહક અને પ્રવાહક અને મહેમાનો ઉપસ્થિત રહીને માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube