Viral Video
Trending

VIDEO: જેતપુરના લોકમેળામાં ઘુસી ગયેલા આખલાએ આતંક મચાવ્યો, જીવ બચાવવા લોકોમાં મચી નાસભાગ

રાજકોટના (Rajkot) જેતપુરના લોક મેળામાં આખલાનો (bull) આતંક જોવા મળ્યો હતો, રાજકોટના જેતપુરમાં આખલો મેળામાં ધૂસી જતા  અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.  માતેલા આખલાએ દોડાદોડ કરતા એક વ્યક્તિને ભોય ભેગો કરી દીધો હતો.  પોલીસ (Police) અને સિક્યુરિટી ગાર્ડે મહામુસીબતે બેરિકેડની મદદથી તેમજ હોકારા પડકારા કરીને આખલાને મેળામાંથી બહાર કાઢ્યો હતો.  રખડતાં ઢોર (Stray Cattle) આ શબ્દ આજકાલ વિકરાળ સમસ્યાનો પર્યાય બન્યો છે. નગર હોય કે મહાનગર, શહેર હોય કે ગામડુ દરેક દરેક સ્થળે રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન છે.

આખલાએ અનેક લોકોને અડફેટે લીધા
ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની રહી છે. આડે દિવસે રસ્તા પર રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે જેતપુરમાં લોકમેળામાં આખલો ઘુસી જતા જીવ બચાવવા લોકો આમથી તેમ દોડાદોડ કરવા લાગ્યા હતા. ભાગદોડમાં એક નાનો બાળક માતા-પિતાથી વિખૂટો પડી ગયો હતો. બીજી તરફ મેળાની મજા માણવા આવેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા. ત્યારે જો આ ભાગદોડની ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેનું જવાબદાર કોણ હોત તે સવાલ અહીં ઉઠી રહ્યો છે. જેતપુરમાં પણ રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા ગંભીર મુદ્દો છે. એવામાં આ ઘટના બાદ પણ તંત્ર મૌન છે.

જુઓ વિડિઓ(Video):

 

 

લોકોની સુરક્ષાને લઈને મેળાનું મેદાન અસુરક્ષિત
જેતપુરમાં જન્માષ્ટમીના તહેવારોને લઇને મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ મેળાનું મેદાન લોકોની સુરક્ષાને લઇને અસુરક્ષિત સાબિત થયું હોય તેમ લોકોમાં ચર્ચા ઉઠી હતી. જોકે આ અંગે જેતપુર નગરપાલિકાએ પણ પોતાનું ભેદી મૌન ધારણ કરી લીધું હતું. મેળામાં આખલાના આતંકના વીડિયો કોઈએ મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે.

આખલાના આતંકથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

શાંત કરવા માટે લોકોએ આખલા પર પાણી ફેંક્યું
વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ મેળના ગેટ પાસેથી એક આખલો ઘૂસી આવે છે. બાદમાં લોકો બૂમાબૂમ કરી મૂકે છે અને કેટલાક યુવાનો તેને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ આખલો મેળાના એન્ટ્રી ગેટ પરથી પાછો ફરી પાછો મેળામાં ઘૂસે છે. આથી આખલાને શાંત કરવા માટે કેટલાક લોક તેના માથા પર પાણી પણ ફેંકે છે. પરંતુ આખલો શાંત થવાનું નામ લેતો નથી અને મેળામાં આમ તેમ દોટ મૂકીને લોકોને દોડાવે છે.

આખલાના આતંકથી લોકોમાં નાસભાગ મચી.

મેળામાં સ્ટોલ અને લોકોને ઉલાળ્યા
ભૂરાયો બનેલો આખલો મેળામાં રાખેલા રમકડાના સ્ટોલને પણ ઉલાળતો જોવા મળે છે. બીજી તરફ પોલીસ પણ બેરિકેડ દ્વારા આખલાને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ આખલો રોકાવાનું નામ લેતો નથી અને એક યુવાનને તો શીંગડે ચડાવી ઉલાળે છે. જોકે સદનસીબે આ યુવાન બચી જાય છે અને તેને કોઈ ઇજા પહોંચી નહોતી. બેરિકેડને પણ શીંગડા મારી આખલો મેળામાં ધમાચકડી મચાવે છે. આથી બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button