Buy Land On Moon: અનેક સેલેબ્રીટી સહિત અનેક લોકોએ ચંદ્ર(Moon) પર જમીન ખરીદવા લાગ્યા છે ત્યારે સુરતના એક મામાએ પોતાના બે પોતાની બે જુડવા ભાણકીઓ માટે ચંદ્ર પર 1 એકર જમીન(Land) ખરીદી લીધી છે.જોકે આજ દિન સુધી ચાંદ ઉપર આટલી નાની વયમાં કોઈ જોડીયા બાળકોની જમીન નથી.ત્યારે સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશભાઈ વેંકરીયાએ પોતાની બે જોડીયા ભાણકી(Twins Children) માટે એક એકર(1 acre) જમીન ચંદ્ર પર લીધી છે, તેઓ માટે આ ક્ષણ હંમેશા યાદગાર બની રહે.
મામા માટે હંમેશા પોતાની ભાણીઓ વ્હાલી હોય છે. કારણ કે મામા શબ્દમાં એક નહીં બે માં આવે છે.સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશભાઈ વેકરીયા ખાનગી બિઝનેસ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ સંવેદના ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. બ્રિજેશભાઈની બહેન દયાબેન ના ઘરે એક નહીં પરંતુ બે લક્ષ્મીઓ અવતરિત થઈ છે. જેથી પરિવારની ખુશી બમણી થઈ ગઈ. આ ખુશીને વધારવા માટે મામા બ્રિજેશભાઈએ બહેન અને પોતાની બે ભાણીઓને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. બેન પાસેથી બંને દીકરીઓના ડોક્યુમેન્ટસ લઈ તેઓએ અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપનીમાં ચંદ્ર પર જમીન ખરીદવા માટે એપ્લિકેશન કરી હતી, જે માન્ય થતા આજે તેમની બંને ભાણકીઓ નીતિ અને નિયતિ સૌથી નાની ઉંમરમાં જોડિયા બહેનો ચંદ્રની જમીન પર માલિક બની છે.
બ્રિજેશ વેકરીયાએ જણાવ્યું હતું કે, જ્યારે હું પોતે મામા બન્યો ત્યારે મને વિચાર આવ્યો કે મારી બે જે જુડવા ભાણિયો છે, તેમને કંઈક ખાસ ગિફ્ટ આપુ. મને જાણવા મળ્યું હતું કે, ચંદ્ર પર પણ જમીનની ખરીદી કરી શકાય છે. મારી ભાણિયો નાની ઉંમરમાં ચંદ્ર પર જમીનની માલકિન બની શકે તે માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. એક મહિનામાં રજીસ્ટ્રેશન થતા હાલ મને ખૂબ જ ખુશી છે કે મારી બંને ભાણિયો સૌથી નાની ઉંમરમાં જુડવા બેહનો હશે જે ચંદ્રની જમીન પર માલકિન બની છે. ચંદ્ર પર જે લેક ઓફ હેપીનેસ વિસ્તાર છે ત્યાં મેં મારી બંન્ને ભાણિયો માટે જમીન રજીસ્ટેડ કરાવી હતી. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
જમીન ખરીદવા માટે આ પ્રકારની પ્રોસેસ કરવામાં આવી
જમીન ખરીદનાર બ્રિજેશભાઈ જણાવ્યું હતું કે,ગૂગલ પર અનેક એવી વેબસાઈટ છે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરતી આવી છે, પરંતુ ખરેખર ચંદ્રની માલકી માટે જમીન કોની પાસે લઈ શકાય એ ખૂબ જ મહત્વનો હોય છે. બ્રિજેશે આ માટે ખાસ રિસર્ચ કર્યું હતું અને સમાચાર માધ્યમ દ્વારા એવું જાણવા મળ્યું હતુંકે,અમેરિકાની એક લુનાર લેન્ડર્સ કંપનીના માધ્યમથી ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે. તેને આ માટે ત્રણ મહિના સુધી મેઇલ પર વાતચીત કરી અને ખાતરી મેળવી હતી.ત્યારબાદ વિશ્વાસ આવતા જમીન ખરીદી છે.જે જમીન ખરીદી છે તેનું નામ લુનાર સોસાયટીના વિસ્તારની જમીન ગણાય છે.
રક્ષાબંધન પર મામા તરફથી મળી અનોખી ભેટ
બ્રિજેશભાઇની બેન દયાએ જણાવ્યું હતું કે, મને ખૂબ જ ખુશી છે કે મારા ઘરે બે લક્ષ્મીનો જન્મ થયો છે. ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચે તે પહેલા તો મારી બંન્ને દીકરીઓ આટલી નાની ઉંમરમાં ચંદ્રની જમીન પરની માલકિન બની છે. જે અંગે મને ખૂબ જ હર્ષની લાગણી છે. આ શક્ય માત્ર મારા ભાઈના કારણે બન્યું છે. આમ તો લોકો ચંદ્રને ચંદામામા કહેતા હોય છે, પરંતુ ખરા અર્થમાં આજે મારા ભાઈ જ મારી બંન્ને દીકરીઓ માટે ચંદામામા છે. તેમને રક્ષાબંધનના તહેવારને લઇને અમને આ સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે.
જોકે ખરેખર ચંદ્રની માલિકી કોની પાસે છે? આમ તો ભારત દેશે “ધી આઉટર સ્પેસ ટ્રીટી” નામની એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા છે. પરંતું કોઈ પણ વ્યક્તિ અંતરીક્ષમાં પોતાનો દાવો કરી શકશે નહીં.ભારત સિવાય 100 દેશોના આ સમજૂતી પર હસ્તાક્ષર છે. જોકે આઉટર સ્પેસનો ઉપયોગ ગમે તે રીતે દેશ પોતાના વૈજ્ઞાનિક વિકાસ માટે કરતા હોય છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube