ગુજરાત
Trending

ગાંધીનગરમાં અભ્યાસ કરતા 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત,આઇટી ફિલ્ડમાં કરતો હતો અભ્યાસ

Youth dies of heart attack: છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ગાંધીનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Screenshot%202023 08 10%20115032

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો આયુષ ગાંધી (ઉં.વ 21) ગાંધીનગર ખાતે આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો. ગત રોજ ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદય રોગનો હુમલો આવતા આયુષ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા પરિવારમાં આઘાતમાં મુકાઈ ગયો છે.

hart

ફરજ ઉપર હાજર ATDOને આવ્યો હતો હાર્ટ એટેક

અત્રે ઉલેખીનીય છે કે, ગઈકાલે ખેડાના વસોમાં ફરજ ઉપર હાજર ATDOને હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું. ATDO અજયસિંહ જામનું હાર્ટ એટેકથી અવસાન થતાં કેચેરીમાં શોકનું માહોલ છવાયો હતો. અજયસિંહ વિસ્તરણ અધિકારી અને ATDO તરીકે ફરજ બજાવતા હતા. તેઓનું તાલુકા પંચાયતમાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button