December 12, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ સફળતા એ સ્થાન નથી એક યાત્રા છે.સતત નવું શિખવુ તે સફળતાનો આનંદ છે;વિચારોના વાવેતરમાં 83મો વિચાર થયો રજૂ..

success-is-not-a-place-but-a-journey-constantly-learning-new-things-is-the-joy-of-success-the-83rd-idea-presented-in-planting-ideas-surat-news
  • બીજાને સુખી કરવા તે સુખી થવાનો એક માત્ર ઉપાય છે. – કાનજી ભાલાળા
  • સારા વિચારોનું બળ વધે ત્યારે તે ખરાબ વિચારોને નબળા પાડે છે. – પ્રકાશભાઈ રાખોલીયા
  • સફળતા, એ વાસ્તવિક સુખ નથી સુખ, એ અનુભવવાની લાગણી છે. – કાનજી ભાલાળા

Saurashtra Patel Seva Samaj Surat in Thursday’s thought:જીવનમાં સુખાકારીની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૭-૧૦-૨૦૨૪ ના રોજ વરાછા બેંકના ઓડીટોરીયમ ખાતે યોજાયેલા ૮૩માં થર્સ-ડે થોર્ટમાં  કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતું કે, જીવનમાં સફળતા અને સુખને સમજવાની જરૂર છે. સંપત્તિ એ સફળતા નથી. ખુશી એ ખરી સફળતા છે. કારણ, સંપત્તિ એ ખુશી મેળવવાનું સાધન છે. જીવનને ગુણવત્તાયુક્ત બનાવવા માટે માણસે સમજવાની જરૂર છે કે, સફળતા એ સુખી થવાની એક યાત્રા છે.

ખરેખર તો બીજાને સુખી કરવા તે સુખી થવાનો એકમાત્ર ઉપાય છે. આજે માણસ પાસે સુખ સુવિધાઓ છે છતા મોજ નથી. કારણ આપણે સફળતા કે સંપત્તિમાં ખુશી શોધીએ છીએ. છેવટે નિરાશા મળે છે. સંપત્તિને આપણે સફળતાનું માપદંડ માની લીધુ છે. જીવનમાં પૈસા કમાવવા ખુબ જરૂરી છે પરંતુ, તે જીવનનું લક્ષ નથી સાધન છે. તેમણે નવો વિચાર આપતા જણાવ્યુ હતું કે, સફળતા એ સ્થાન નથી એક યાત્રા છે. તેમાં સતત શિખતા રહેવું તે સફળતાનો આનંદ છે. સફળતા કોઈ પડાવ નથી. નવું નવું શિખતા રહેવું, જીવનને વધુ ગુણવત્તા યુક્ત બનાવવું તે ખરૂ જીવન છે.

સફળતા અંગે દરેક વ્યક્તિ માટે અર્થ જુદા હોય છે. અને તે વ્યક્તિગત હોય છે. આ મથામણને સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, સફળતા એ વાસ્તવિક સુખ નથી. સુખ, એ અનુભવવાની લાગણી છે. જેનો આધાર તમારા મનોસ્થિતિ ઉપર છે. ધન-સંપત્તિ જ માત્ર મૂડી નથી. માનસીક શક્તિ પણ મહત્વની મૂડી છે. મન ના વિચારો, માન્યતાના આધારે આવતા હોય છે. જીવનમાં માન્યતા, અપેક્ષા અને કલ્પના વિચારને ઊર્જા આપે છે અને કુદરતનો આકર્ષણનો નિયમ તમારૂ સ્વપ્ન સાકાર કરે છે.

Advertisement

તમારો દીવડો, તમે જ પ્રગટાવો – પ્રકાશ રાખોલીયા ધર્મજ ટેકનોલોજી

હીરા લેસર મશીનરીનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની ધર્મજ ટેકનોલોજીના ફાઉન્ડર પ્રકાશભાઈ રાખોલીયા તથા ભરતભાઈ કોટડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક સંસ્કારો સાથે સમતોલ જીવનનો દ્રષ્ટિકોણ ધરાવતા યુવા ઉદ્યોગ સાહસીક પ્રકાશભાઈ એ સફળતા અને સુખ વચ્ચેનો તફાવત સમજાવતા જણાવ્યું હતું કે, જીવનમાં સારા વિચારોનું બળ વધે ત્યારે તે ખરાબ વિચારોને નબળા પાડે છે. સફળતા અને સુખ માટે સારા વિચારોની જરૂર છે. સફળતા માટે નિતિથી કામ કરવુ એ પ્રથમ શરત છે. સતત નવુ શિખતા રહેવું તે પ્રગતિ માટે ખુબ જરૂરી છે. ધર્મજ ટેકનોલોજીની સફળયાત્રામાં ઇનોવેશન અને ટીમવર્કને મહત્વના ગણાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મનની તાકાત અખૂટ છે. પરંતુ મનને શાંત અને ખોટા વિચારથી દુર રાખવુ જરૂરી છે તે માટે પ્રાર્થના માફી અને કૃતજ્ઞતાભાવ મહત્વના સાધનો છે.

નવા ટ્રસ્ટી દાતાનું સન્માન

ટેક્ષટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મહેન્દ્રભાઈ નાનજીભાઈ જાસોલીયા તથા શ્રીમતિ ઈલાબેન જાસોલીયા પરિવાર તરફથી સંસ્થાને સંકુલ નિર્માણ માટે રૂ. ૨૧ લાખના દાનનો સંકલ્પ થયો છે. મહેન્દ્રભાઈ એન. જાસોલીયા આંબલાવાળાને દાતા ટ્રસ્ટી બન્યા તે બદલ જગદીશભાઈ આંબલાવાળા અને હરીભાઈ કથીરીયા એ તેઓનું જાહેર અભિવાદન કરી આવકાર્યા હતા.

૧૧૧૧૧ ચો.ફૂટની રંગોળીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

સામાન્ય ગૃહિણી માંથી કલાક્ષેત્રે સફળતા મેળવનાર શ્રીમતિ નયનાબેન … કાત્રોડીયાએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમયે સુરતમાં ૧૧૧૧૧ ચો.ફૂટ ક્ષેત્રમાં રંગોળી તૈયાર કરી હતી. જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ત્યારે નયનાબેન સહીત સમગ્ર ટીમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
વિચારોનું વાવેતર કાર્યક્રમમાં ગત વિચાર સંગીતાબેન બુટાણીએ રજુ કર્યો હતો. વ્યવસ્થા ભાવેશભાઈ રફાળીયા, અંકિત સુરાણી સહીત યુવાટીમે સંભાળી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંકલન હાર્દિક ચાંચડે કર્યું હતું.

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

રાજકોટ/ ‘માણસ માત્ર ભૂલને પાત્ર…’, મતદાન બાદ પરસોત્તમ રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માગી માફી, જાણો શું કહ્યું ?

KalTak24 News Team

દુર્ઘટના/ જામનગરમાં 30 વર્ષ જુની બિલ્ડીંગનો બ્લોક ધરાશાયી,એક જ પરિવારના 3ના મોત,બચાવ કામગીરી ચાલુ

KalTak24 News Team

સુરત/ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ૬૦ કરોડના ખર્ચે તૈયાર થનાર કિરણ મહિલા ભવનનું રવિવારે થશે ભૂમિપૂજન,૫૦૦ બહેનો માટે સુવિધાયુક્ત હોસ્ટેલ થશે નિર્માણ..

Sanskar Sojitra
Advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News