Road Accident on Veraval-Junagadh Highway/જૂનાગઢઃ સોમનાથ-જૂનાગઢ હાઇવે પર માળિયા હાટીના પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જાતા કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો. બાટલો ફાટતા આસપાસનાં ઝૂંપડાઓમાં આગ લાગી હતી. અકસ્માત અને આગની દુર્ઘટનામાં 7 લોકોનાં મૃત્યું થયા હતા.અકસ્માતમા હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે.વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઇ રહ્યા હોવાની માહિતી સામે આવી છે.
પાંચ વિદ્યાર્થી સહિત સાતના મોત
પ્રાથમિક વિગતો અનુસાર જૂનાગઢ-વેરાવળ હાઇવે માળિયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે આઠ વાગ્યાના અરસામાં બે કાર વચ્ચે વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. જેમાં પરીક્ષા આપવા જતાં પાંચ વિદ્યાર્થીઓ સહિત કુલ સાત લોકોના મોત થયા હતા. બે કાર વચ્ચે ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુમાં રહેલા ઝુંપડામાં પણ આગ લાગી હતી.
સવારના સમયે અકસ્માત સર્જાયો
મળતી વિગતો અનુસાર આજે સવારે 9:00 વાગ્યા માળીયાહાટીના તાલુકાના ભંડોરી નજીક જુનાગઢ સોમનાથ નેશનલ હાઈવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર વચ્ચે અકસ્માતમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં કારમાં સવાર પાંચ વિદ્યાર્થીઓ અને બે લોકોના આગના કારણે ભડથું થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, કારમાં આગ લાગતા જ CNG ગેસનો બાટલો ફાટ્યો હતો અને તેને કારણે રોડની બાજુમાં આવેલા ઝૂંપડામાં પણ આગ લાગી ગઈ હતી. ત્યારે ફાયરવિભાગની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
હાઇવે પર વહેલી સવારે બે કારની ટક્કર થતાં આજુબાજુના લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરી સાથે પોલીસ અને 108ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલા સાથે 108 અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝુંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત કંઇ રીતે થયો એની આગળની તપાસ હાથ ધરી છે.
સાતેય મૃતદેહ માળીયા ખાતે પીએમ અર્થે ખસેડાયા છે: DySp
આ અંગે DySp દિનેશ કોડિયાતારએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ માળિયાના ભંડુરી ગામ પાસે એક મારુતી સેલેરીયો અને એક અન્ય કાર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં સાત લોકોના મોત થયા છે. હાલ સાતેય મૃતદેહો માળીયાની સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત કંઇ રીતે થોય એની આગળની તપાસ ચાલુ છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube