March 25, 2025
KalTak 24 News
Gujaratસુરત

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમૂહલગ્નોત્સવમાં 60 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા, સમુહલગ્નમાં વરરાજાને હેલ્મેટ આપી સ્વાગત કરાયું;ખોટા ખર્ચ ઓછા કરી બચત કરવા જયેશભાઈ રાદડીયાની અપીલ

60-couples-tied-the-knot-at-the-saurashtra-patel-mass-wedding-in-surat-the-groom-was-welcomed-with-a-helmet-at-the-mass-wedding-surat-news
  • સમૂહલગ્નોત્સવમાં માત્ર લગ્ન નથી થતા સામાજિક ઘડતરનું કાર્ય પણ થાય છે. – શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
  • કન્યાદાનના પ્રસંગે રક્તદાન કરી 83 યુનિટ રક્ત એકઠું કરાયું.
  • સમૂહલગ્નોત્સવ મંગળગીતો સાથે પ્રારંભ અને કન્યા વિદાય સાથે સંપન્ન
  • 140 સંસ્થાના 1500 અને પક્ષકારોના 100 પ્રતિનિધિઓએ વ્યવસ્થા સંભાળી હતી.
  • “રક્તદાન શિબિરમાં 83 યુનિટ એકત્ર થયું છે.”

Mass marriage organized Saurashtra Patel Seva Samaj in Surat: સમૂહલગ્ન પ્રવુતિના માધ્યમથી સામાજિક ક્રાંતિના મંડાણ કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી રવિવારે યોજાયેલ સમૂહલગ્નોત્સવમાં ૬૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. ભક્તિ ડેવલોપર્સના શ્રી રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા અને અલ્પેશભાઈ આર. ગજેરા પરિવારના યજમાન પદે યોજાયેલા ૬૬માં સમૂહલગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ અને ૧૨૦૦૦ થી વધુ લોકોએ પ્રસંગમાં હાજરી આપી હતી. સાંજે ૪ કલાકે મંગળગીતો સાથે વર-કન્યા અને પક્ષકારોનું આગમન થયું હતું. અને રાત્રે ૮.૩૦ કલાકે કન્યા વિદાય સાથે સમૂહલગ્ન સમારોહ સંપન્ન થયો હતો.

સમૂહલગ્નોત્સવમાં માત્ર લગ્ન નથી થતા સામાજિક ઘડતરનું પણ કાર્ય થાય છે. -શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નવયુગલોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, પરસ્પર સમજણથી જ સુખી જીવન જીવી શકાય છે. સમુહલગ્ન સામાજીક ઘડતરનું પણ કાર્ય કરે છે. સમુહલગ્નનો હેતુ માત્ર લગ્ન કરવા તે નથી. તે ઉપરાંત લોકોમાં સામાજિક ચેતના પ્રગટાવવાનું કામ પણ થાય છે. હાલમાં વધેલા સાયબર ક્રાઈમ અંગે ચિંતા વ્યક્ત કરતા પ્રફુલભાઈ પાનશેરીયા એ દરેક વ્યક્તિ ને સોશિયલ મિડિયાનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અને જાગૃત બનવા માટે અપીલ કરી હતી.

ખોટા ખર્ચ ઓછા કરી બચત કરવી તે ખરી સમજદારી છે.- જયેશભાઈ રાદડીયા

સમારોહના ખાસ અતિથી પદે ઉપસ્થિત પૂર્વમંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, લગ્ન પાછળ બિનજરૂરી ખર્ચ ઓછા કરી બચત કરવી તે ખરી સમજદારી છે. વધુમાં જણાવ્યું હતું કે, દીકરા દીકરીના લગ્ન વખતે નાણાકીય રીતે વ્યથા અનુભવતા સમાજના પરિવારની નાણાંકીય ચિંતા દૂર કરવા માટે પટેલ સમાજના અગ્રણીઓએ સમુહ લગ્નો શરૂ કર્યા છે જે ખૂબ સરાહનીય છે. કાનજીભાઈ ભાલાળા ના નેતૃત્વ હેઠળ દીકરા દીકરીઓ માટે હોસ્ટેલની કામગીરી હાથ ધરાઈ છે. જે માટે અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.

સમારોહના અધ્યક્ષ સ્થાને સમસ્ત પાટીદાર સમાજના સ્થાપક પ્રમુખ લાલજીભાઈ ટી. પટેલે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની સમુહલગ્નની પ્રવૃત્તિ બિરદાવી નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ નવયુગલોને આશીર્વાદ પાઠવવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ૬૦ દીકરીઓના લગ્ન પ્રસંગનો સંપૂર્ણ ખર્ચ સૌજન્ય આપનાર રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા જામકંડોરણાવાળા પરિવારે સર્વોને આવકારી સામાજિક પ્રવૃતિમાં સહયોગ આપવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

કન્યાદાનના ઉત્સવની સાથે રક્તદાન શિબિર યોજાયો.

સમુહલગ્ન સમારોહમાં ૬૦ લગ્નમંડપમાં મંગલગીતો સાથે લગ્નવિધી ચાલી રહી હતી. ત્યારે સમારોહની વચ્ચે લોક સમર્પણ બલ્ડ બેંક અને મારૂતિ ઘુન યુવામંડળ અને વરાછા કલાસીસ એસોસીએશન તરફથી યોજાયેલ રક્તદાન શિબિરમાં રક્તદાતા રક્તદાન કરી રહ્યા હતા. રક્તદાન શિબિરમાં ૮૩ યુનિટ રક્ત એકઠું થયું હતું. સમુહલગ્ન પ્રવૃત્તિ સાથે માનવસેવાની જયોત પ્રગટી હતી.

1500 સ્વયમ સેવકોએ સમારોહને સફળ બનાવ્યો.

સુરતમાં યોજાતા સમુહલગ્ન સમારોહમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ જોડાયેલ છે. આ પ્રસંગે ૧૪૦ સંસ્થાઓના ૧૫૦૦ સ્વયમ સેવક મિત્રોએ ટ્રાફિક, પાર્કિંગ, ભોજન અને મંડપ વ્યવસ્થા સાથે સમારોહને સફળ બનાવ્યો હતો. બપોરે ૧ કલાકેથી કાર્યસ્થળે ખડે પગે વ્યવસ્થા સંભાળતા મિત્રો ઉમદા સમાજ ભાવનાથી જોડાયેલા છે. સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતું કે, આ રીતે સ્વયમ સેવક મિત્રોને ઘડવાનું કામ થાય છે. તેમાં સમાજભાવના જાગૃત થાય તે ખરી સફળતા છે.

મોટી સંખ્યામાં મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ પ્રસંગને શોભાવી.

સમૂહલગ્નોત્સવમાં પર્યાવરણમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ તથા મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી તથા ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ ઘોઘારી, કિશોરભાઈ કાનાણી, વિનુભાઈ મોરડીયા, કાંતીભાઈ બલર અને કોર્પોરેશનમાં વિપક્ષ નેતા કુ. પાયલબેન સાકરીયા સહીત મોટી સંખ્યામાં રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતી હતી. મુખ્ય મહેમાન પદે સોમનાથ ડેવલોપર્સના પરશોતમભાઈ ગજેરા, નીલકંઠ ઇન્ફ્રાના વલ્લભભાઈ જોધાણી, પીરામીડ ગ્રુપના મુકેશભાઈ માંગુકિયા, કેની એન્ટરપ્રાઈઝના રાજેશભાઈ લાખાણી, ફ્રન્ટલાઈનના વિનુભાઈ ગાંગાણી અને જી. એમ. રેપીયરના શ્રી રમેશભાઈ વઘાસીયા ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રગીતના ગાન સાથે લગ્નવિધીનો પ્રારંભ થયો.

સામાજિક જાગૃતિના પ્રયાસરૂપ ગંગા સ્વરૂપ બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ સાથે સમૂહલગ્નોત્સવ સમારોહનો પ્રારંભ થયો હતો. અને રાષ્ટ્રીય ચેતના જાગૃતિ માટે સાંજે ૫ કલાકે રાષ્ટ્રગીતના ગાન સાથે દરેક લગ્ન મંડપમાં લગ્નવિધીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સન્માનીય જયાબેન ગજેરા, મુક્તાબેન માલવિયા, હંસાબેન મુંજાણી, દેવુબેન ચાંચડ, શાંતાબેન સવાણી અને મુક્તાબેન નાનુભાઈ શિંગાળાનું પ્રથમ સન્માન કરાયું અને પછી તેઓએ દીપ પ્રાગટ્ય વિધિ કરી લગ્નનો શુભારંભ કરાવ્યો હતો.

વરરાજાઓને હેલ્મેટ આપી સ્વાગત કરવામાં આવ્યું.

હેલ્મેટએ મુસાફરી દરમ્યાન જીવનની સલામતી છે. તે જાગૃતિ માટે સમૂહલગ્ન સમારોહમાં પધારેલ દરેક વરરાજાનું હેલ્મેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. યજમાન રમેશભાઈ ગજેરા, પૂર્વ મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા તથા શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે વરરાજાને હેલ્મેટ સાથે શુભકામનાઓ પાઠવી હતી. ભક્તિ ઇન્ટરનેશનલ સ્કુલ તથા કૌશલ વિદ્યાભવનના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી, કાર્યક્રમને વધુ સંગીતમય બનાવ્યો હતો.

જમનાબા ભવન અને સરદાર સાહેબની પ્રતિમા સુરત શહેરની શાન બનશે.

સમૂહલગ્નોત્સવમાં સર્વોને આવકારતા સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, સમુહલગ્નના માધ્યમથી સમાજને દિશા આપવાનું કામ થયું છે. ૧૯૮૩થી શરૂ થયેલી સમૂહલગ્નની પ્રવુતિ ૪૨ વર્ષ પછી પણ અવિરત ચાલુ છે. તે માટે દાતાશ્રીઓ અને સ્વયમ સેવક મિત્રોની સમાજભાવનાને વંદન કરૂ છુ. સુરત સહિત ગુજરાતભરમાં સમૂહલગ્નની પ્રવુતિઓએ સામાજિક જાગૃતિનું કામ કર્યું છે. સમાજ ઉપયોગી ઘણા સંકુલો અને સમાજભવનો તૈયાર થયા છે. સુરતમાં નિર્માણાધીન જમનાબા ભવન અને કિરણ મહિલા ભવનના દાતાશ્રીઓને આવકારી બિરદાવ્યા હતા. સુરતના પ્રવેશદ્વારે તૈયાર થયેલ જમનાબા વિદ્યાર્થી ભવન અને રાધાબેન ઘેલાણી અતિથી ભવનમાં મુકવામાં આવેલ ભારત રત્ન સરદાર સાહેબની પ્રતિમા સમાજનું ગૌરવ અને સુરત શહેરની શાન બનશે. આ પરિણામ પણ સમૂહલગ્નની પ્રવુતિના માધ્યમથી સાકાર થયું છે. સંસ્થાના મનહરભાઈ સાસપરા, ધીરુભાઈ માલવીયા, ભવાનભાઈ નવાપરા, હરિભાઈ કથીરિયા, અરવિંદભાઈ ધડુક તથા કાંતીભાઈ ભંડેરી સહીત હોદેદાર ટ્રસ્ટીશ્રીઓએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મહિલા વિંગની બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. યુવા ટીમે વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમના અંતે આભારવિધી ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયાએ કરી હતી. જયારે કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ રફાળીયા તથા હાર્દિકભાઈ ચાંચડે કર્યું હતું.

 

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

મહેસાણા/ જાસલપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના, ભેખડ ધસી પડતા 7 લોકોનાં મોત;PMએ 2 લાખ, CMએ 4 લાખની મૃતકનાં પરિવારજનોને સહાય જાહેર કરી

KalTak24 News Team

નકલી, નકલી, નકલી…સુરતમાંથી બોગસ પાનકાર્ડ,આધારકાર્ડ,અને રેશનકાર્ડ આપતું નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયુ- જાણો સમગ્ર મામલો

KalTak24 News Team

રાજકોટમાં નામચીન ડ્રગ પેડલર સુધા ધામેલીયા ફરી મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપાઇ,વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં