Patan News/Sanskar Sojitra: ગુજરાતમાં આવેલું પાટણ પ્રાચીન કાળમાં લગભગ 600 વર્ષોથી પણ વધુ સમય સુધી ગુજરાતની ઐતિહાસિક રાજધાની રહ્યું હતું. પાટણમાં પ્રતાપી સોલંકી વંશે ઇ.સ. 942થી 1134ના મધ્ય કાળ સુધી શાસન કર્યું હતું, જે એ સમયે પશ્ચિમ ભારતની રાજધાની તરીકે પ્રખ્યાત હતું. જેના ફળસ્વરૂપે પાટણમાં કેટલાક મંદિરો, મસ્જીદો, મકબરા, વાવ અને તળાવો વગેરેના અવશેષો પ્રાપ્ત થયા છે. રાણીકી વાવ આ બધા સ્મારકોમાં તત્કાલીન સ્મારકો તથા કલાની દ્રષ્ટીએ ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડે છે. જળ વ્યવસ્થાપન તેમજ કલાની દ્રષ્ટીએ ઉત્તમ ઉદાહરણ એવી પાટણ ખાતે આવેલી રાણકી વાવને યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
કહેવાય છે ને હરવા-ફરવા કે પછી ઐતિહાસિક જગ્યાઓ જોવા માટે જવું હોયતો ગૂગલને પૂછીને જઈએ છીએ ત્યારે ગઈકાલે(08 ડિસેમ્બર) ગૂગલ લોકલ ગાઈડસ દ્વારા ગુજરાતની ઐતિહાસિક ધરોહર એટલે પાટણની રાણીકી વાવ(Ran Ki Vav) અને રિજિયોનલ સાયન્સ સેન્ટર(Regional Science Centre (RSC) Patan) ની મુલાકાત લેવામાં આવી હતી.
ગુજરાત ગૂગલ લોકલ ગાઈડસ(Gujarat Local Guides) દ્વારા 50મી મીટઅપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પહેલા ગુજરાત ના અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ ઐતિહાસિક જગ્યાઓ,સિટીઓને એક્સપોર કરવામાં આવેલી છે ત્યારે ગઈકાલે(08 ડિસેમ્બર)ના રોજ પાટણ શહેરની મુલાકાત લઈને પાટણ શહેરમાં આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં પાંચ આકર્ષક વિજ્ઞાન ગેલેરીઓ અને અનુભવી અદ્યતન તકનીકોની શોધ કરી હતી, જે તેને તેમના માટે વિજ્ઞાન અને તકનીકની અવિસ્મરણીય ઉજવણીથી ગૂગલ લોકલ ગાઈડસ માહિતગાર કરાયા હતા.
@RscPatan has organized Google Local Guides Meet-up, where the Google Guides explored five fascinating science galleries & experienced advanced technologies, making it an unforgettable celebration of science and technology for them. #Google_Local_Guides_India@narottamsahoo pic.twitter.com/rkdp5Jlrys
— Regional Science Centre (RSC) Patan (@RscPatan) December 8, 2024
ત્યારે બાદ તમામ ગૂગલ લોકલ ગાઈડસ દ્વારા યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ અને કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ચલણી નોટ 100 રૂપિયા પર રાણકી વાવના ચિત્રને અંકિત કરવામાં આવ્યું છે એવું સ્થળ એટલે રાણકી વાવની મુલાકાતે પહોંચ્યા હતા.ત્યાં તમામ ગૂગલ લોકલ ગાઈડસને રાણકી વાવની અદભૂત કળા અને કોતરણી થી તમામને અવગત કરવામાં આવ્યા હતા.
કન્નેક્ટ મોનેટર નરેશ દરજી(Naresh Darji) જણાવ્યું હતુંકે,આ મારી 50મી મેગા મીટઅપ માં ગુજરાત ગૂગલ લોકલ ગાઈડસ કૉમ્યૂનિટી દ્વારા પાટણ શહેરમાં પાટણની રાણીકી વાવ અને રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ખાતે મીટઅપનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન માં ગુજરાતના અલગ-અલગ શહેરોમાં અને રાજસ્થાન,મહારાષ્ટ્ર સહીત અન્ય રાજ્યોમાંથી 50થી પણ વધુ ગૂગલ લોકલ ગાઈડસ હાજર રહ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું, વર્ષ દરમિયાન ગુજરાતના અલગ-અલગ જગ્યાઓ પર અમારા દ્વારા મીટઅપનું આયોજન થતું હોય છે અને સાથે એ જગ્યાઓ વિશે માહિતી આપવામાં આવતી હોય છે.
આ ગૂગલ લોકલ ગાઈડની 50મી મીટ-અપમાં ગુજરાતના અલગ-અલગ શહેરો સહીત અલગ રાજ્યોમાંથી 50 થી પણ વધુ લોકલ ગાઈડસ આ ઐતિહાસિક અને વર્લ્ડ હેરિટેજ સાઈટ પાટણમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube